ભીષણ ઉનાળામાં સૌરાષ્ટ્રની વીજ ડિમાન્ડ 5000 મેગા વોટની સપાટીને આંબી જશે?

April 15, 2019 at 10:31 am


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ ઉનાળાના પ્રથમ તબકકામાં જ આકારા તાપમાનના કારણે પંખા, કુલર, એરક્ધડીશનર, ફ્રીજ સહિતના ઉપકરણોનો વપરાશ વધી જતાં વીજ ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે. દૈનિક વપરાશ 4870 મેગાવોટે પહોંચી ગયો છે અને હજુ મધ્ય ઉનાળો બાકી છે ત્યારે વીજ ડિમાન્ડ 5000 મેગાવોટની સપાટીને આબી જાય તેવી શકયતા જોવાઈ રહી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માર્ચના એન્ડથી જ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી પડી રહી છે. તાપમાન 42 ડિગ્રીને આંબી જાય છે. બીજી તરફ શહેરો અને ગામોમાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યો છે, વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો નથી તેવા સંજોગોમાં પયર્વિરણની સમતુલના જોખમાઈ છે. ગ્લોબલ વોર્મિંગની અસર હોય તેમ પુષ્કળ ગરમી વરસી રહી છે જેના કારણે ન્યુનત્તમ તાપમાન પણ ખૂબ જ ઉંચુ રહે છે. તેવો સંજોગોમાં એરક્ધડીશન, પંખા, ફ્રીઝ, કુલર આખો દિવસ ચાલુ રાખવા પડે છે. વીજ વપરાજ સતત વધતો જાય છે.

ઈલેકટ્રીસીટી લોડ મેનેજમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ઉનાળામાં વીજ ડિમાન્ડ વધી રહી છે તેમાં એપ્રિલ માસમાં તા.12મીને શુક્રવારે 4870 મેગાવોટ વીજળી વપરાઈ હતી. જ્યારે માર્ચ માસમાં દૈનિક વીજ વપરાશ 4790 મેગાવોટ હતી. ફેબ્રુઆરી મહિનામાં 4700 મેગાવોટ ડિમાન્ડ હતી. જ્યારે જાન્યુઆરી માસમાં ખેતીવાડી ક્ષેત્રમાં પાકને પાણી પાવા માટે વીજ ડિમાન્ડ રહેતી હોય, 4900 મેગાવોટ દૈનિક વીજ વપરાશ થયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીની જમીનો બિનખેતી થતી જવા ઉપરાંત જંગલો અને વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે તેની સામે ઔદ્યોગિકરણના નામે પયર્વિરણના નિયમનો ભંગ થઈ રહ્યો છે. તેને કારણે પયર્વિરણમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં ચાલુ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રની વીજ ડિમાન્ડ પ000 મેગાવોટની સપાટી આબી જશે તેમ મનાઈ રહ્યું છે.

Comments

comments