ભુજનાં નગરઅધ્યક્ષા તરીકે લત્તાબેન સાેલંકી લગભગ નિશ્ચિત

June 10, 2018 at 8:50 pm


આવતી કાલે ફેંસલો ઃ ઉપ પ્રમુખ તરીકે અશોક પટેલ તથા કારોબારી ચેરમેન તરીકે ધીરેન ઠક્કર અથવા રાહુલ ગાેરનાં નામ પર મહોર લાગે તેવી અટકળો
આવતી કાલે સવારે 11 કલાકે ભુજ સુધરાઇની સામાન્ય સભામાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી થનાર છે, જેને લઇને કાઉÂન્સલરોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. જોકે, નગરઅધ્યક્ષા માટેનાં અનેકનામોની ચર્ચા વચ્ચે લત્તાબેન સાેલંકીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, જ્યારે ઉપ પ્રમુખ તરીકે અશોક પટેલ તથા કારોબારી ચેરમેન તરીકે ધીરેન ઠક્કર અથવા રાહુલ ગાેરનાં નામ પર મહોર લાગે તેવી અટકળો પણ જોવા મળી રહી છે. ભુજ સુધરાઇમાં પક્ષ પ્રમુખનાે હાથ ઉપર રહે છે કે પછી ધારાસÇયનાે તેતાે આવનારો સમય જ કહેશે.
આમતાે છેલ્લા દશેક દિવસથી ભુજ સુધરાઇના નગરઅધ્યક્ષા કોણ બનશે તેની અટકળો સતત ચાલતી રહે છે. પહેલા ગાેદાવરીબેન ઠક્કર, િંબદીયાબેન ઠક્કર સહિતનાં નામો ચર્ચામાં હતાં તેમા વધુ એક નામનાે ઉમેરો થયો. હાલના ઉપ પ્રમુખ શુશીલાબેન આચાર્યને નગરઅધ્યક્ષા બનાવે તેવી પણ છેલ્લા બે દિવસી ચર્ચાઆે વહેતી થઇ છે. પરંતુ આ બધાનામો વચ્ચે લત્તાબેન સાેલંકી મેદાન મારી જાય તેવું અત્યારે લાગી રહ્યું છે.
જ્યારે ઉપ પ્રમુખ તરીકે છેલ્લા કેટલાક સમયથી અશોક પટેલના નામની ચર્ચાઆે ચાલતી હતી તેમાં કોઇ નવા નામનાે ઉમેરો થવા પામ્યો નથી, તાે કારોબારી ચેરમેન તરીકે અજય ગઢવી અને જગત વ્યાસનાં નામની ચર્ચાઆે વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી ધીરેન ઠક્કર અને રાહુલ ગાેરનાં નામ પણ ચર્ચામાં સપાટી ઉપર આવ્યું છે ત્યારે સંભવતઃ આ બંન્નેના નામ પૈકી એક પર પસંદગીની મહોર લાગે તેવી પણ અટકળો ચાલી રહી છે.
મહત્વની વાતતાે એછેકે, અત્યારે છ જેટલા ઠક્કર સમાજના મહિલા કાઉÂન્સલર છે પરંતુ તેમાંથી એક પણ મહિલાની પસંદગી થાય તેવી શક્યતા એટલા માટે નથી લાગતી કારણકે ભાડાનાં ચેરમેન તરીકે ઠક્કર સમાજમાંથી જ કોઇની નિયુક્તિ કરવામાં આવે તેવી સંભાવનાઆે જોવાઇ રહી છે. ગઇ કાલે બે સુધરાઇનાં નગરપતિ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી તે બંન્નેમાં ધારાસÇયનાે હાથ ઉપર જોવા મળ્યો છે. પંરતુ ભુજ સુધરાઇમાં ધારાસÇયનાે હાથ ઉપર રહે છે કે પક્ષ પ્રમુખનાે તેતાે આવતી કાલે સવારે ખબર પડી જશે. રાજકીય નિરિક્ષકોનું માનીએતાે ભુજમાં પક્ષ પ્રમુખનાે હાથ ઉપર રહે તેવી પુરેપુરી શક્યતાઆે છે.

Comments

comments

VOTING POLL