ભુજના ચકચારી હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર

September 14, 2019 at 9:08 am


ભુજના ચકચારી હત્યા કેસના આરોપીની જામીન અરજી ભુજની સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી આ કેસની મળતી વિગતો મુજબ ચકચારી રુકસાના હત્યા કેસના મુખ્ય આરોપી અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે આ કેસની વધુ વિગતો મુજબ હત્યાના આરોપી એવા ઈસ્માઈલ હુસૈન માજોઠી તથા આરોપી જાવેદ જુસબ માજોઠીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ગત તારીખ ૯-૬-૧૮ના સાંજના સમયે ભોગ બનનાર રુકસાના માજોઠીને અન્ય આરોપી અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખા સાથે મળી તેની હત્યા નીપજવામાં આવી હતી અને મૃતદેહને આઈસા પાર્કમાં આવેલ ખુલ્લા પ્લોટ પાસે લઈ જઈ ઈસ્માઈલ તથા જાવેદે અગાઉથી કરી રાખેલા ખાડામાં તેની સાથેના સબીર તથા અલ્તાફ અબ્દુલ માજોઠીની મદદથી દફનાવી દેવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી અનવર ઉર્ફે અનુભા ફકીર મહમદ લાખાએ ભુજની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજીને ના મંજુર કરતો હુકમ કર્યો હતો આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એચ બી જાડેજા એ હાજર રહી દલીલો કરી હતી તેમજ ફરિયાદ પક્ષે વકીલ મજીદ એમ. અને નિંઝાર એમ. ભાંભવાણી હાજર રહ્યા હતા

Comments

comments