ભુજના માનકુવા પાસે ત્રિપલ અકસ્માતઃ 10ના મોત

July 15, 2019 at 3:14 pm


કચ્છ ભુજના માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે આજે બપોરે છકડો રીક્ષા, બાઈક અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત થતાં મહિલા, બાળકો સહિત 10 વ્યકિતઆેના મોત થયા હતા. જયારે 8થી વધુ લોકો ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે હાઈ-વે પર લોહીના ફુવારા ઉડયા હતા. લોકોની ચીચીયારીથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવના પગલે ટ્રાફીકજામ સજાર્તા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માતાના મઢ તરફથી આવતા પુરપાટ ટ્રકે માનકુવા ગામના પાટીયા પાસે છકડો રીક્ષા અને બાઈકને ઠોકરે લીધા હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે ઘટનાસ્થળે મૃત્યુ પામેલા બાળકો, મહિલા સહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી બનાવના પગલે સજાર્યેલા ટ્રાફીકજામ હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL