ભુજના વાંઘ ગામની સીમમાં 16 લાખના દારૂના જથ્થા સાથે બે શખસો ઝડપાયા

February 12, 2019 at 11:50 am


ભુજના વાંઘ ગામની સીમમાં આવેલ જીઈબી સબ સ્ટેશન પાસે વિદેશી દારૂનો જથ્થાે ઉતર્યો હોવાની ચોકકસ બાતમીને આધારે ભુજ આરઆર સેલે દરોડો પાડી 4596 બોટલ વિદેશી દારૂ સાથે નામચીન બુટલેગર સહિત બે શખસોને ઝડપી લઈ દારૂ, મોબાઈલ સહિત 16.36 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભુજના વોઘ ગામની સીમમાં જીઈબી સબ સ્ટેશન પાસે આવેલા પટ્ટમાં વિદેશી દારૂનો જથ્થાે ઉતર્યો હોવાની ચોકકસ બાતમીને આધારે ભુજ રેંજના વડા ડી.બી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ આરઆર સેલ ભુજના પીએસઆઈ હડીયા, એએસઆઈ મેઘજીભાઈ, દિલીપસિંહ, પરીક્ષીતસિંહ, જયદીપસિંહ, મહાવીરસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી અયુબખાન યુસુફખાન મલેક (રહે. વારાઈ, તાલુકો સાંતલપુર) અને હિતેષ શામજી મણકા (રહે. ભચાઉ)ની ધરપકડ કરી 4596 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ મળી કુલ રૂા.16.36 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Comments

comments

VOTING POLL