ભુજની 12 ખાનગી શાળામાં આેચિંતી તપાસ

January 10, 2019 at 9:34 am


જીલ્લાનાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તંત્રની ખાનગી શાળાઆેમાં ડીઇઆે અને ડીપીઇઆેનાં માગૅદર્શન હેઠળ ભુજ શહેરની 12 જેટલી ખાનગી શાળાઆેમાં વિદ્યાથીૅઆેના સ્કૂલ-બેગ વજનની ખરાઇ અંગે આેચિંતી તપાસ હાથ ધરવામાં આવીહ તી. આ તપાસ દરમ્યાન કેટલાક બાળકોનાં વજન ગાઇડ લાઇન કરતાં વધુ જોવા મળ્યા હોવાનાં ચાેંકાવનારા અહેવાલો સાંપડી રહ્યાાં છે.

આ તકે વધુ માહિતી આપતાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ વિદ્યાથીૅઆેના વજનના 10 ટકા પ્રમાણે સ્કૂલ બેગનું વજન હોવું જોઇએ તે ગાઇડ લાઇનના આધારે જીલ્લાની ખાનગી પ્રાથમિક, માધ્યમિક શાળાઆેમાં આેચિંતી તપાસ હાથ ધરવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે.

જેના પગલે આજે પાેતાની સાથે બંન્ને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધઇકારીઆે, ભુજ ટીપીઇઆે, માધ્યમિકના શિક્ષણ નિરિક્ષક, મદદનિશ શિક્ષક નિરિક્ષકો, બીઆરસી, તથા સીઆરસી કો-આેડીૅનેટરની સયુક્ત ટીમ સાથે ભુજની પ્રાથમિક અને માધ્યમિક વિભાગની કુલ 12 શાળાઆેમાં 500 જેટલા વિદ્યાથીૅઆેની સ્કૂલબેગ દફ્તરની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ ચકાસણી દરમ્યાન ઘરા ખરા બાળકોનાં દફ્તરનું વજન વધુ જોવા મળ્યું હતું, જેને લઇને જેતે શાળાઆેનાં જવાબદાર આચાર્ય, મેનેજીંગ ટ્રસ્ટીને ગંભીર તાકિદ પણ કરવામાં આવી હતી, અને પરિપત્રનું ચુસ્ત પણે પાલન કરવાના આદેશો કરવામાં આવ્યા હોવાનું અંતમાં જણાવી ઉમેર્યું હતું કે, આગામી દિવસાેમાં આજ રીતે અન્ય શાળાઆેમાં પણ આેચિંતી તપાસ હાથ ધરવામાં આવશે.

Comments

comments

VOTING POLL