ભુજમાં આખલા યુધ્ધે કર્યા લોકોનાં શ્વાસ અધ્ધર

April 12, 2019 at 9:56 am


ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ નવો નથી, સુધરાઇ પણ રખડતા ઢોર સામે લાચાર સાબી થઇ ચૂક્યું છે. શહેરમાં અવારનવાર આખલા યુધ્ધો થતાં રહે છે ને તેને કારણે વૃધ્ધો તેમજ બાળકોને દવાખાનાના રસ્તો જાવા પડી ચૂક્યો છે. પરંતુ આજે સર્જાયેલા આખલા યુધ્ધેતો માજા મુકી. બાજતાં બાજતાં આખલો રીક્ષામાં પેઠી જતાં રીક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, તો પસાર થતાં રાહદારીઓ પેકી બે વૃધ્ધતો માંડ માંડ બચ્યા હોવાનાં ચોંકાવનારા અહેવાલો સાંપડી રહ્યાં છે.
મળતી વધુ માહિતી મુજબ ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસ વધી રહ્યો છે, રાહદારીઓ સાથે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઇ રહ્યાં છે, મોટાભાગનાં રસ્તાઓ પર પોતાનુ સામ્રાજ્ય જમાવી દીધુ છે, તો સુધરાઇ પણ રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુÂક્ત અપવામાં લાચાર સાબિત થયુ છે. રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાને કારણે હવેતો આખલા યુધ્ધના છાસવારે દ્રષ્યો સર્જાતા રહે છે, અને તેને કારણે રહેવાસીઓનાં જીવ પણ પડીકે બંધાઇ રહ્યાં છે.
ત્યારે આજે શહેરનાં જેષ્ઠાનગરમાં બે આખલા વચ્ચેનાં ધમાસાણેતો ભારે કરી. આખલાઓ લડતા લડતાં પસાર થતી રીક્ષામાં ઘુસી ગયા હતાં. રિક્ષાચાલક માંડ માંડ જાન બચાવી બહાર કુદી પડ્યો હતો. પરંતુ રીક્ષાની અંદર જ આખલાઓએ ભારે આતંક મચાવતાં રીક્ષાનો કચ્ચર ઘાણ નીકળી જવા પામ્યો હતો. તો રીક્ષામાંથી માંડ માંડ બહાર નિકળેલા આખલાને કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ પૈકી બે વૃધ્ધો પણ માંડ માંડ બચ્યા હતાં.
વળી, કોઇએ આખલા યુધ્ધનો વિડીયો પણ વાયરલ કરી દેતા અત્યારે શોશીયલ મિડીયામાં આ વિડીયો પણ ટોકઓફધી ટાઉન બની ગયો છે. ભુજમાં રખડતા ઢોરના ત્રાસે કેટલી માજા મુકી છે તે આના પરથી ફલીત થાય છે. છતા પણ સુધરાઇનાં પેટનું પાણી પણ હલતું નથી તે પણ નવાઇની વાત છે. આમને આમ આખલા યુધ્ધ સર્જાતા રહેશે તો કંઇક વૃદ્ધો કે બાળકોને દવાખાનાના પગથીયા ચડવા પડશે તે પણ નક્કી છે.

Comments

comments