ભુજમાં કિશોર પર ચોરીનો વ્હેમ રાખી માર માર્યો

May 24, 2019 at 9:00 am


ભુજમાં કિશોર પર ચોરીનો વ્હેમ રાખી માર માર્યો હોવાની ભોગ બનનારના માતાએ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ભુજ બી-ડીવીઝન પોલીસ મથકે ભાવનાબેન જયંતીલાલ સોની (રહે. રઘુવંશીનગર)એ લાલો ઠક્કર (રહે. માધાપર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પોતાના પુત્ર પર રૂપિયાની ચોરીનો ખોટો વ્હેમ રાખી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL