ભુજમાં છકડો રીક્ષા પલ્ટી મારી જતાં ત્રણ વિદ્યાથીૅ ઘાયલ

September 6, 2018 at 9:12 pm


વાલીઆે ઘટના સ્થળે દોડી ગયા

શહેરની ભાગાેળે આવેલા મુન્દ્રા રોડ પર છકડો-રીક્ષા પલ્ટી મારી જતાં આ બનાવમાં ત્રણ વિદ્યાથીૅઆે ઘાયલ થતાં તેઆેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવના પગલે વાલીઆે પણ સ્થળ ઉપર દોડી ગયા હતા.

જાણવા મળતી વિગતાે મુજબ મુન્દ્રા રોડ પર આજે બપાેરે ચાણક્ય એકેડમી સ્કૂલના વિદ્યાથીૅઆેને લઈને ઘરે પરત ફરતા છકડા રીક્ષા નં. જીજે.1ર.બી.જી.09ર6 યુનિ. રોડ પર આવેલા બી.એસ.એફ. બટાલીયન પાસે ગધેરા ગાડી રોડ પર આવતા ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવી દેતા પલ્ટી મારી ગયો હતાે. આ બનાવમાં ત્રણ જેટલા વિદ્યાથીૅઆેને આેછીવતી ઈજાઆે પહાેંચી હતી. અવાર-નવાર આવા અકસ્માતાે થઈ રહ્યાા છે જે એક ચિંતાજનક બાબતાે ગણી શકાય છે. ભુજ શહેરમાં જોવા જઈએ તાે કેટલાક રીક્ષા ચાલકો નિયમોનાે ભંગ કરી રહ્યાા છે જેની તપાસ આર.ટી.આે. તંત્રએ કરવી જરૂરી રહે છે.

Comments

comments

VOTING POLL