ભુજમાં છ કિલો ગાંજાનાે જથ્થો ઝડપાયો

June 20, 2018 at 9:02 pm


એલ.સી.બી.ની ટીમને મળેલી સફળતા

ભુજ શહેરમાં એલસીબીની ટીમે ગાંજાનાે જથ્થો ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. પુર્વ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતાે.

પ્રાપ્ત વિગતાે મુજબ પાેલીસે અંજલિનગરમાં રહેતા અશ્વિન બુચિયા નામના શખ્સના ઘરમાંથી છ કિલો ગાંજાનાે જથ્થો મળી આવ્યો છે. આ શખ્સ વિરૂદ્ધ જુદી જુદી કલમોતળે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનાે જથ્થો રાખવો એ નિયમોની વિરૂદ્ધમાં છે. તેમ છતાં કેટલાક શખ્સાે ગાંજાનાે જથ્થો રાખતા હોય છે. અને ગાંજાના બંધાણીઆેને પહાેંચાડતા હોય છે. આ સમગ્ર બનાવમાં પાેલીસ દ્વારા ઝડપાયેલો શખ્સ ગાંજો ક્યાંથી લઈ આવ્યો હતાે અને કોને પહાેંચાડતાે હતાે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસાેમાં આ પ્રકરણમાં નવી વધુ હકિકતાે પ્રકાશમાં આવશે. ભુતકાળમાં પણ ગાંજાનાે જથ્થો પકડાઈ ચુક્યો છે. આ અંગે તલસ્પશીૅ તપાસ થાય તાે કચ્છના નામચીન વ્યક્તિઆેના નામો બહાર આવે તેમ છે તેમજ આ સમગ્ર નેટવર્કનાે પદાૅફાશ થાય તેમ છે. જુદા-જુદા સ્થળોએ આવા ઈસમો ગાંજો પહાેંચાડતા હોય છે. ત્યારે આ બાબતે તપાસ થવી જરૂરી બની રહે છે.

Comments

comments

VOTING POLL