ભુજમાં નકલી નાેટોના બદલામાં અસલી નાેટો પડાવતી ત્રિપુટી પકડાઈ

September 4, 2018 at 8:45 pm


પાેલીસે હાથ ધરી ઉલટ તપાસ વધુ ભેદ ઉકેલવાની શકયતા

ભુજ શહેરના ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં છેતરપીંડી કરતા ત્રણ ઈસમો રૂા. ર લાખની નકલી નાેટો સાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં સંકડાયેલા ઈસમોને રિમાન્ડ ની માગણી સાથે કોર્ટમાં રજુ કરાયા છે. જાણવા મળતી વિગતાે જન્માષ્ટમીના દિવસે બપાેરે પ્રિન્સ હોટલની ગલીમાં દિપકગીરી ગાેવિંદગીરી ગાેસ્વામી રહેવાસી કુકમા પાસેથી રૂા. 1 લાખ પડાવી લેવા માટે રૂા. ર લાખ મળશે તેવી લાલચ આપવામા આવી હતી જે બાબતની ફરિયાદ પાેલીસને કરવામા આવતા પાેલીસને છટકુ ગાેઠવીને ભુજના શોઅબ અબ્દુલ સમેજા ધોડાવરના અલાના ઈશાક સમા અને શેખપીર પાસે રહેતા તૈયબ ઈબ્રાહીમ સમાને પકડી પાડવામા આવ્યા છે. તેઆે પાસેથી 8870 મોબાઈલ નં. 4 અને એક બાઈક મળી આવી છે. એલ.સી.બી. ની ટીમે આ ઈસમોને પકડી પાડયા હતા. આ ઈસમોએ અત્યાર સુધી કયા કયા સ્થળે છેતરપીડી આચરી છે તેની તપાસ શરૂ કરવામા આવી છે. તેમજ તેઆે સાથે અન્ય ઈસમો સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઈસમો 1 લાખ રૂપિયાની અસલી નાેટના બદલામાં નકલી નાેટો અસલી તે રીતે ઢગાઈ કરવાની જેઆેના મનસુબાને એલ.સી.બી. ટીમે નિ»ફળ બનાવ્યો હતાે.

Comments

comments

VOTING POLL