ભુજમાં નવા ૨૬ બોર માંથી પાંચ બોર બનીને તૈયાર

April 25, 2019 at 9:57 am


કાળઝાળ ગરમી વચ્ચે ભુજ શહેરમાં પાણીનો કકરાટ ઉઠ્યો નથી, કારણકે નર્મદાના નીરમાં ૫ એમએલડીનો વધારો થઇ જતાં તમામ વિસ્તારમાં નિયત કરેલા દિવસે પાણી વિતરણ કરવામાં સુધરાઇને સફળતા મળી રહી છે, તો મંજુર થયેલા ૨૬ બોરમાંથી પણ ૫ બોર તૈયાર થઇ ચૂક્યા છે, જ્યારે બાકીનાં ૨૧ બોરના નિર્માણનું કાર્ય પણ પુરજાષમાં ચાલી રહ્યું છે જે જુન માસનાં અંત સુધીમાં પૂર્ણ થઇ જાય તેવા પણ એંધાણ મળી રહ્યાં છે.
આ બાબતે વધુ માહિતી આપતાં ભુજ સુધરાઇનાં કારોબારી ચેરમેન ભરત રાણાએ જણાવ્યું હતું કે, ઉનાળાને ધ્યાને લઇને પહેલાથી જ સુધરાઇ હરકતમાં આવી ગઇ હતી. ખાસતો સ્થાનિક †ોત્રમાં વધારો થાય તે માટે નવા ૨૬ બોરના નિર્માણનો નિર્ણય લઇને તે દિશામાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ૫ બોર તૈયાર કરવામાં પણ સફળતા મળી છે. જ્યારે બાકીનાં ૨૧ બોરના નિર્માણનું કાર્ય પણ ક્રમશઃ રીતે સંપન્ન કરી લેવામાં આવશે.
વધુમાં તેમણે અત્યાર સુધીમાં જે પાંચ બોરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું તેમાં ૩ બોર ભુજાડી પાસે અને ૨ બોર ભારાપર ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. તો સ્થાનિકે મોજુદ મશીનરીનો ઉપયોગ કરીને આ બોરના પાણી પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે. ખાસતો ઉનાળાને ધ્યાને લઇ પહેલાથી જ પાણી માટે જરૂરી એવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.
તો નર્મદાના પાણીમાં પણ ૫ એમએલડીનો વધારો થઇ જતાં શહેરીજનોને નિયત કરેલા દિવસે પાણી વિતરણ કરવામાં પણ સફળતાં મળી રહી છે. ઉનાળો પૂર્ણ થાય ત્યા સુધી પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે, તો નર્મદાના નીરની સાથે સાથે પાણીનાં સ્થાનિક †ોત્ર પણ મજબુત થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા હોય આગામી જુન માસનાં અંત સુધીમાં આ નવા પાણીના †ોત્ર પણ તૈયાર થઇ જવા પામશે.
અંતમાં તેમણે અત્યારે ચાલી રહેલા ઉનાળામાં પાણીની જરૂરીયાત વધુ રહેવા પામે તે સ્વાભાવિક છે, ત્યારે લોકો પણ પાણીનો કરકસર રીતે ઉપયોગ કરે તે જરૂરી છે. અમુક વિસ્તારોમાં આજે પણ પાણીના ટાંકા ભરાઇ ગયા બાદ ટાંકામાંથી પાણી બહાર શેરીઓમાં વહેતુ હોવાનું ધ્યાને આવ્યું છે, ત્યારે લોકોને આ રીતે પાણીનો બગાડ ન થાય તેવી નમ્ર અરજ કરી ઉમેર્યું હતું કે, પાણી ભરાઇ ગયે ટાકાના નળ બંધ કરવાનું કોઇપણ રહેવાસી ન ભુલે. કારણકે બચેલુ પાણી આપણને જ ઉપયોગી બની રહેશે.

Comments

comments

VOTING POLL