ભુજમાં 40.ર ડીગ્રી સાથે વૈશાખ જેવી ગરમી

June 19, 2018 at 10:37 pm


કચ્છમાં તમામ સ્થળે તાપમાનમાં 1 થી ર ડીગ્રીનાે વધારો બપાેરે જોરદાર ગરમીનાે અનુભવ

ભુજ ઃ ભુજમાં આજે તાપમાનમા સીધો ર.8 ડીગ્રીનાે વધારો થતાં એક માસના સમયગાળા બાદ તાપમાન 40 ડીગ્રીને વટાવીગયું હતું.બપાેરના ભાગે તાેલોકોએ ફરી એકવાર વૈશાખ માસ જેવી ગરમીનાે અનુભવ કયોૅહતાે. માંડવી સિવાય તમામસ્થળે ગરમી વધીહતી. ભુજમાં આજે મહતમ તાપમાન 40.ર ડીગ્રીનાેંધાયું હતું. બપાેરના 1 થી4 વાગ્યાના અરસામાં તાે 4રડીગ્રી ગરમી પડી હોય તેવો અનુભવ થયો હતાે. જયારે ભુજમાં મહતમ તાપમાન ઘટતા સવારના ભાગે રાહત રહી હતી. આજે ભેજનું પ્રમાણ સાવ ઘટી ગયું હતું.68 ટકા ભેજસાથે સવારે ગરમીમાં સામાન્ય રાહત હતી પરંતુ 10 વાગ્યા બાદ આકરી ગરમી શરૂ થઈ હતી. મહતમ તાપમાન માંડવીમાં 3પ.ર ડીગ્રી, નલિયામાં 3પ.6 ડીગ્ર, કંડલા પાેર્ટ 37.4 ડીગ્રી અને કંડલા એરપાેર્ટ ખાતે 38 ડીગ્રી હતી. જયારે લઘુતમ તાપમાન તમામ સ્થળે ગઈકાલના પ્રમાણમાં ઘટયું હતું. ભેજનું પ્રમાણ આજે તમામ સ્થળે ઘટયું હતું. અને 70ટકા કરતાં આેછું નાેંધાયું હતું.હવામાન ખાતાના બુલેટીનમાં જણાવ્યાપ્રમાણે તાપમાન ગરમ રહેવા છતા દક્ષિણ ગુજરાત અને સાૈરા»ટ્રમાં છુટો છવાયો વરસાદ પડીશકે છે. જો કે ગરમીમાં આજે 41.6 ડીગ્રી સાથેરાજકોટ પ્રથમ નંબરે 41 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરબીજા નંબરે અને 40.6 ડીગ્રીસાથે વલ્લભવિદ્યાનગર ત્રીજા નંબરે હતું. આવતા બે દિવસ દરમિયાન તાપમાન 40થી 41ડીગ્રી આસપાસ રહેવાની શકયતા છે.

Comments

comments