ભુજ-બરેલી ટ્રેનમાં એસી અને સ્લીપર કોચ જાડાશે

July 17, 2019 at 8:47 am


ભુજ-બરેલી એકસપ્રેસમાં વધારાના થર્ડ એસી અને સ્લીપર કોચ જાડવાનો રેલવે બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે.
આ અંગેની મળતી વિગતો મુજબ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા તથા માગણીને ધ્યાને લઈ ભુજ-બરેલી એકસપ્રેસમાં તા. ૧૬ જુલાઈથી રર જુલાઈ સુધી બરેલીથી તથા ૧૭ જૂલાઈથી ર૩ જુલાઈ સુધી ભુજથી એક થર્ડ એસી કોચ અને એક સ્લીપર કોચ વધારાનો જાડવાનો નિર્ણય કર્યો છે. વધી રહેલા પ્રવાસીઓના ધસારા અને પ્રવાસીઓને આરામદાયક સુવિધા મળી રહે તથા વેઈટીંગ લીસ્ટમાંથી છૂટકારો મળે તે માટે રેલવે વિભાગે આ નિર્ણય કર્યો છે.
ભુજ બરેલી ટ્રેનમાં વધી રહેલા ઘસારા અન વેઈટીંગના લાંબા લિસ્ટને કારણે મુસાફરોને વેઠવી પડતી મૂશ્કેલીઓ અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા હાલમાં ભુજ-બરેલી એકસપ્રેસ ટ્રેનમાં થોડા સમય માટે એક થર્ડ એસી અને એક સ્લીપર કોચ જાડવાનો નિર્ણય કર્યો છે જેના કારણે પ્રવાસીઓને સુવિધા ઉપલબ્ધ બનશે.

Comments

comments

VOTING POLL