ભુજ સહિત કચ્છમાં ગરમી ઘટી

June 20, 2018 at 9:05 pm


રપમી સુધી પવનની ઝડપ વધવાની અને ગરમીમાં સામાન્ય વધઘટની આગાહી

ભુજમાં આજે ફરી તાપમાન 40.ર ડિગ્રીમાંથી ઘટીને 37.6 ડિગ્રીએ પહાેંચી ગયું હતું. કચ્છમાં તમામ સ્થળે ગરમીમાં આંશિક રાહત હતી. તાે અન્ય ગરમી વધી હતી. અમદાવાદ 4ર ડિગ્રી સાથે રાજ્યનું સાૈથી ગરમ સ્થળ હતું. દક્ષિણ ગુજરાત અને સાૈરા»ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. પરંતુ કચ્છમાં વાતાવરણ સુકું રહેવાની ધારણા છે.

ભુજમાં આજે મહત્તમ તાપમાનમાં ર.6 ડિગ્રીના ઘટાડા સાથે 37.6 ડિગ્રી તાપમાન થયું હતું. જોકે બપાેરે તાપમાન 40 ડિગ્રી જેવું અનુભવાતું હતું. પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. હોવા છતાં સાંજે તાે 13 કિ.મી. કરતાં વધુ ઝડપે પવન ફુંકાતાે હતાે.
નલિયામાં મહત્તમ તાપમાન 0.ર ડિગ્રી ઘટી 3પ.4 ડિગ્રી થયું હતું. કંડલા પાેર્ટ ખાતે તાપમાન 1 ડિગ્રી ઘટી 36.6 ડિગ્રી થયું હતું. કંડલા એરપાેર્ટ ખાતે તાપમાન 39.ર ડિગ્રી સાથે જળવાયું હતું.

આજે ગરમીના મોરચે 4ર ડિગ્રી સાથે અમદાવાદ પ્રથમ નંબરે હતું તાે સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે બીજા નંબરે હતું. જ્યારે 41.6 ડિગ્રી સાથે ગાંધીનગર ત્રીજા નંબરે હતું.

હવામાન ખાતાના બુલેટીનમાં આગામી બે દિવસ કચ્છમાં વિવિધ સ્થળોએ 40થી 4ર ડિગ્રી તાપમાનની શક્યતા છે.
હવામાન ખાતાના બુલેટીનમાં તા. રપમી સુધી દક્ષિણ ગુજરાત અને સાૈરા»ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. જોકે કચ્છ જિલ્લા માટે કોઈ આગાહી નથી.

Comments

comments

VOTING POLL