ભૂદાન ચળવળ દરમિયાન દાનમાં મળેલી હજારો એકર જમીનના સોદા અંગે સરકાર દ્વારા તપાસ શરૂ

February 25, 2019 at 11:29 am


ભૂદાન ચળવળ દરમિયાન વિનોબા ભાવે ને ગુજરાતમાં લગભગ 103530 એકર જમીન દાનમાં મળી હતી જે ભૂદાન સમિતિ દ્વારા જુદાજુદા જરુરિયાત મંદ લોકો ને આપવામાં આવી હતી. જેમાં તે સમયના સૌરાષ્ટ્ર સ્ટેટના ભૂમિ વિહોણા લોકોને પણ જમીનનો મોટો હિસ્સો મળ્યો હતો.

વર્ષ 1960માં ગુજરાત રાજ્ય અલગ થતાં કેટલી જમીન મહારાષ્ટ્રના વિદર્ભમાં જતી રહી હતી. જ્યારે ગુજરાતમાં પણ શહેરીકરણનો વ્યાપ વધતા ગ્રામ્ય ક્ષેત્રની સેંકડો એકર જમીન શહેરમાં ભળી ગઈ હતી અને જમીનના વધુ નાણાં મળતા દાનમાં મળેલી જમીન ના લાભકતાર્આેએ તે જમીન Kચી કિંમતે બારોબાર બિલ્ડરો કે અન્ય લોકોને વેચી દેતા તેના વિપરીત પ્રત્યાઘાત સજાર્યા હતા.

અમુક શખસો દ્વારા આ પ્રકારની જમીન ખરીદવામાં આવી હોવાની ઘટના રાજ્યના મહેસુલ વિભાગના ધ્યાને આવતા આ પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા સંબંધકતાર્આેને નોટિસ આપવામાં આવી હતી જેની સામે કાનૂની જંગ શરુ થતા છેવટે વર્ષ 2017 માં ગુજરાત હાઇકોર્ટે આ સમગ્ર મામલામાં દરમિયાનગીરી કરી એવો ચુકાદો આપ્યો હતો કે ભુદાન માં મળેલી જમીનનો ખેતીવાડી માટે ઉપયોગ ન થયો હોય અથવા તો આ જમીન બારોબાર વેચાણમાં આપી દેવાઇ હોય તો તે જમીન પરત લઈ પ્રજાકીય સુવિધા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને આ સંદર્ભમાં ગુજરાતના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલની કમિટી તથા જિલ્લા લેવલની પણ કમિટી બનાવી ગુજરાતના ભૂદાન ચળવળ દરમિયાન કેટલી જમીન દાનમાં અપાઇ હતી તેનો ગુજરાત સર્વોદય મંડળનો સહકાર લઈ ડેટાબેઝ તૈયાર કરી હાઈ કોર્ટમાં રિપોર્ટ કરવા રાજ્ય સરકારને તાકીદ કરી હતી.

ગુજરાત સરકારે છેલ્લા કેટલાક સમયથી ભુદાન ની જમીન ના વેચાણ ઉપર અથવા તો તેની ઉપર બાંધકામ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને કુલ આવા કેટલાક કેસો છે તેની તપાસ કરવા વહીવટી તંત્રના આદેશ આપી દીધો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર હાઇકોર્ટની ટકોર બાદ હવે આગામી દિવસોમાં ભુદાન માં મળેલી મળેલી જમીન અંગે ચોક્કસ નીતિ ઘડવા જઈ રહી છે અને જે કેસોમાં ભુદાનની જમીન બારોબાર વેચાઈ ગઈ હશે અથવા તો તેની ઉપર બાંધકામ થયું હશે તેવી જમીનનો કબજો રાજ્યસાત કરવા ની દિશામાં ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર દેશના પગલે ગુજરાતમાં પણ શહેરીકરણનો પવન ફૂંકાતા ગ્રામીણ ક્ષેત્ર ની હજારો એકર જમીન શહેરમાં આવી ગઈ છે અને આ જમીન ઉપર કોમશિર્યલ બાંધકામ પણ થયું છે જેનો કોઈ રેકોર્ડ સરકાર પાસે ઉપલબ્ધ નથી પરંતુ જુદાજુદા કેટલાક કેસોમાં આ પ્રકારની જમીનના મૂળ માલિકો ના વારસદારોએ કોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે પણ તેની ગંભીર નાેંધ લીધી હતી અને આ પ્રકારની અનુચિત પ્રવૃિત્તના કારણે ભૂદાન ચળવળનો મૂળ આશય જળવાયો નહી હોવાની હાઇકોર્ટે પણ નાેંધ લીધી હતી. એટલું જ નહી પરંતુ સરકારની ઘોર ઉદાસીનતા અને ગેરવહીવટના કારણે આ સમસ્યા વધુ ઘેરી બની છે. માટે ગુજરાત સરકારે ભુદાન માં મળેલી જમીનની વિગતો એકત્ર કરી આ જમીન અંગે ચોક્કસ નીતિ ઘડવા રાજ્ય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી. પરિણામે રાજ્યના મહેસૂલ વિભાગે આ દિશામાં છેલ્લા કેટલાય સમયથી ઝડપી કામગીરી હાથ ધરી છે અને ભુદાન ની જમીન અંગે ચોક્કસ નીતિ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવા વહીવટી તંત્રને સૂચના આપી હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Comments

comments