ભેજાબાજે પોતાની જ આરટીઓ કચેરી ખોલી નાખી: લર્નિંગ લાયસન્સથી બોગસ ડોકયુમેન્ટ ઉભા કયર્િ

April 13, 2019 at 11:20 am


રાજકોટના ભેજાબાજે આરટીઓ કચેરી બહાર પોતાની ઓફીસમાં મીની આરટીઓ કચેરી ખોલી હોય તેમ અરજદારોને લર્નિંગ લાયસન્સ બોગસ આપી બોગસ ડોકયુમેન્ટની પ્રક્રિયા શ કરતો હતો. પોલીસે શખસની ધરપકડ કરી 10 દિવસના રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ એસઓજીના પીઆઈ આર.વાય.રાવલ, પીએસઆઈ એચ.એમ.રાણા અને બી.કે.ખાચર તથા એસઓજીની ટીમે ચોકકસ બાતમીને આધારે માર્કેટીંગ યાર્ડ પાછળ બળવંતભાઈ રાઠોડ નામના વ્યકિતના મકાનમાં મનહર સોસાયટીમાં રહેતો અને આરટીઓની બહાર માધવ નામની ઓફીસ ચલાવતો આરટીઓ એજન્ટ હિમાંશુ અશોક વાળા ઉ.વ.36 નામના શખસને દબોચી લઈ તપાસ કરતા તેની ઓફીસમાંથી જુદા જુદા વ્યકિતઓ પાસેથી મોટી રકમ લઈ તેના નામના બોગસ દસ્તાવેજો તૈયાર કરવા માટેના કોરા દસ્તાવેજો તથા એક જ લાયસન્સવાળા બે જુદા જુદા વ્યકિતના નામના લર્નિંગ લાયસન્સ બનાવી તેમજ એક જ નંબરના લર્નિંગ સર્ટીફીકેટ જુદી જુદી વ્યકિતઓના નામે બનાવી તથા સાધન સામગ્રી રાખી ગેરકાયદેસર રીતે ગુનાહીત કૃત્ય કરતો હોય પોલીસે તેની ધરપકડ કરી ા.36,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ભેજાબાજ હિમાંશુ વાળાએ પોતાની માધવ નામની ઓફીસમાં જ મીની આરટીઓ કચેરી ખોલી નાખી હોય તેમ લોકોને શઆતમાં જ બોગસ લર્નિંગ લાલયસન્સ આપી દેતો હતો અને ત્યાર બાદ મોટી રકમ લઈ એક મહિના બાદ અરજદારને બોગસ પાકુ લાયસન્સ આપતો હતો. છેલ્લા એક વર્ષથી અનેક અરજદારોને બોગસ લાયસન્સ ધાબડી દીધા હોય તેમ જણાઈ રહ્યું છે. પોલીસે ઝડપાયેલ હિમાંશુ વાળાને 10 દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL