ભેળસેળ કરનારાને જન્મટીપની સજા આપો: બાબા રામદેવ

June 20, 2019 at 11:11 am


યોગગુ બાબા રામદેવે ખેતપેદાશોમાં અને ખોરાકની વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓ સામે સરકારે વધારે કઠોર બનવાની અને આવા ગુના કરનારાઓને જન્મટીપની સજા આપવાની માગ કરી હતી. રામદેવ બાબા હંમેશાં દૂધીના યુસ સહિત ઘણા આયુર્વેદિક નુસખા બતાવે છે, પરંતુ આજકાલ દૂધીથી માંડી તમામ શાકભાજી અને ફળ તેમ જ ખોરાકમાં લેવાતી વસ્તુઓ ભેળસેળવાળી આવે છે ત્યારે આનો શો ફાયદો તેમ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ચીનમાં ભેળસેળ કરનારાઓને ફાંસી આપવામાં આવે છે. વિશ્ર્વના દેશોમાં આ માટે બહત્પ કઠોર કાયદા અને સજા છે ત્યારે ભારતમાં ભલે ફાંસી ન આપે, પરંતુ જન્મટીપની સજા આપવી જોઈએ અને સરકારે આ મામલે વધારે સક્રિય બનવું જોઈએ.

તેમણે વસ્તુઓમાં ભેળસેળ અને નકલી વસ્તુઓ એમ બે બહત્પ મોટા ગુના દેશમાં થઈ રહ્યા છે, તેમ જણાવ્યું હતું. ૨૧મી જૂને ઉજવાઈ રહેલા યોગ દિવસ નિમિત્તે તેઓ નાંદેડમાં દોઢ લાખ લોકો સાથે યોગાસનો કરવાના છે. આ અંગે તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે યોગને ધર્મ અને જાતિથી દૂર રાખવામાં આવવો જોઈએ અને આ એક વિજ્ઞાન છે અને સાથે લાઈફસ્ટાઈલ પણ છે. દેશમાં મેદસ્વીપણુ,ં મધુપ્રમેહ અને હૃદયને લગતા રોગનું પ્રમાણ વધી રહ્યું છે અને દવાઓ દ્રારા આ નિયંત્રિત થાય છે, પરંતુ યોગ દ્રારા આને નાબૂદ કરી શકાય છે. યોગને વૈશ્ર્વિક ફલક પર મૂકવા બદલ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને યોગને લીધે તેમને રાજયોગ મળ્યો છે

Comments

comments