ભૈયુજી મહારાજે ‘સ્ત્રી મિત્ર’ના બ્લેક મેઈલીગથી કંટાળી આપઘાત કર્યો હતોઃ યુવતી સહિત 3ની ધરપકડ

January 19, 2019 at 10:47 am


હાઇપ્રાેફાઇલ આધ્યાિત્મક ગુરુ ભૈયુજી મહારાજના મોતના સાત મહિના બાદ કેસમાં નવો વળાંક આવ્યો જ્યારે તેમને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં પોલીસે 25 વર્ષની યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. તેમાં ભૈયુજી મહારાજના બે સહયોગી સામેલ છે. ડીઆઈજી હરિનાયારણાચારી મિશ્રા એ કહ્યું કે આ કેસમાં પલક, વિનાયક દુધાડે, અને શરદ દેશમુખની ધરપકડ કરાઇ છે. તેમના પર ભારતીય દંડ વિધાનની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) અને અન્ય સંબÙ કલમોની અંતર્ગત કેસ નાેંધાયો છે.
તેમણે કહ્યું કે પલક પર આરોપ છે કે તે કેટલીક ખાનગી વસ્તુઆેના આધાર પર ભૈયુજી મહારાજને બ્લેકમેલ કરી તેમના પર લગ્ન માટે દબાણ બનાવી રહી હતી જ્યારે આધ્યાિત્મક ગુરુના બે સહયોગી દુધાડે અને દેશમુખ આ કામમાં યુવતીની કથિત રીતે મદદ કરી રહ્યાં હતા. ડીઆઈજીના મતે ભૈયુજી મહારાજના પત્ની આયુષી અને તેમના નજીકના સંબંધીઆેએ ત્રણ આરોપીઆેની વિરુÙ પોલીસને તાજેતરમાં જ નિવેદન આપ્યું છે. પોલીસ સૂત્રોના મતે ભૈયુજી મહારાજના પૂર્વ ડ્રાઇવર કૈલાશ પાટિલે પણ પોલીસને થોડાંક દિવસ પહેલાં નિવેદનમાં કહ્યું હતું કે પલક એ કહીને આધ્યાિત્મક ગુરુને બ્લેકમેલ કરી રહી હતી કે તેની પાસે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાનગી વસ્તુઆે છે.
પલકની મહારાજની પહેલી પત્ની માધવીના મોત બાદ કેયર ટેકર તરીકે એન્ટ્રી થઇ હતી. થોડાંક સમય બાદ તેણે મહારાજની એકલતાનો ફાયદો ઉઠાવ્યો અને પ્રેમ સંબંધ બાંધી લીધા. પલક તેમના બેડરુમમાં જ રહેવા લાગી. મહારાજની તિજોરીમાં જ કપડાં મૂકતી હતી. તે મહારાજ સાથે લગ્ન કરવાનું ષડયંત્ર રચવા લાગી હતી. તેણે મહારાજના અશ્લીલ વીડિયો બનાવી લીધા હતા. વોટ્સએપ પર અશ્લીલ ચેટિંગ કરી રેકોર્ડ સેવ કરી લેતી હતી. આ બધાની વચ્ચે મહારાજને શિવપુરીની રહેવાસી આયુષી સાથે પ્રેમ થઇ ગયો અને 17મી એપ્રિલ 2017ના રોજ લગ્ન કરી લીધા. પલકને તેની ખબર પડી અને તેમને લગ્નનું દબાણ કરવા લાગી. મહારાજ દ્વારા ઇન્કાર કરવા પર તેણે કહ્યું હતું કે તારી પાસે એક વર્ષનો સમય છે. આ દરમ્યાન તેમણે મહારાજ પાસેથી બહેનના લગ્ન અને કપડા, જ્વેલરી મોબાઇલના નામ પર અંદાજે 25 લાખ રુપિયા પડાવી લીધા. પલક દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ જૂનમાં પૂરું થઇ રહ્યું હતું. તેણે કહ્યું કે 16મી જૂનના રોજ તેની સાથે લગ્ન કરી નહી તો શનિ ઉપાસક મહારાજ જેવી સ્થિતિ કરી દેવાશે.
ભૈયુજી મહારાજના સૌથી ખાસ સેવાદાર દુધાડે તેમની આત્મહત્યા બાદ તરત ચર્ચામાં આવ્યા હતા. આધ્યાિત્મક ગુરુની કથિત સુસાઇડ નોટમાં તેમના નાણાંકીય ઉત્તરાધિકાર, સંપિત્ત, બેન્ક ખાતા, અને સંબંધિત મામલામાં દસ્તાવેજના હક દુધાડાને જ સાેંપવાનો ઉલ્લેખ કર્યો હતો. ભૈયુજી મહારાજ સાથે છેલ્લાં 15 વર્ષથી જોડાયેલો હતો અને પડછાયાની જેમ તેમની સાથે રહેતો હતો. દુધાડા આ કેસમાં એ સમયે શંકાસ્પદ ઘેરામાં આવ્યો જ્યારે આધ્યાિત્મક ગુરુની આત્મહત્યાના થોડાંક સમય બાદ ગાયબ થઇ ગયો હતો. પોલીસના મતે ભૈયુજી મહારાજે અહી પોતાના બાઇપાસ રોડ સ્થિત બંગલામાં 12મી જૂનના રોજ તેમની લાઇસન્સ રિવોલ્વરથી ગોળી મારી કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ભૈયુજી મહારાજના ઘરેથી નાની ડાયરીના પાના પર લખેલી સુસાઇડ નોટ મળી હતી.
તેમાં લખ્યું હતું કે તેઆે ભારે તણાવથી તંગ આવી પોતાની જીવનલીલા સમાપ્ત કરી રહ્યા છે. શરુઆતમાં પોલીસને શંકા હતી કે ભૈયુજી મહારાજે કથિત પરિવારના કલેશથી હેરાન થઇ આત્મહત્યા કરી હતી. પરંતુ ભૈયુજી મહારાજના ભકત આ બાબતને નકારતા સતત કહી રહ્યા હતા કે આધ્યાિત્મક ગુરુના મોત પાછળ કોઇ ઘેરું ષડયંત્ર છે અને તેના ખુલાસા માટે કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવી જોઇએ.

Comments

comments

VOTING POLL