ભૈય્યુજી મહારાજના આજે અંતિમ સંસ્કાર: કોંગ્રેસ દ્વારા તપાસની માગણી

June 13, 2018 at 11:53 am


આધ્યાિત્મક ગુરુ ભૈèયુજી મહારાજે ગઇ કાલે મંગળવારે મધ્ય પ્રદેશમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્દોરના સંત ભૈèયુજી મહારાજનો અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવશે. તે પહેલા સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સુર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ભૈયુજી મહારાજે મંદીરના એક રુમમાં આત્મહત્યા કરી હતી. દરવાજો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના આ રુમમાંથી નાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘ મારા પરિવારનું ધ્યાન રાખજો, હુ આ દુનિયા છોડીને જઇ રહ્યાે છું, હું હાલ બહુ જ ચિંતાજનક સ્થિતિમાં છું જેને સહન નથી કરી શકતો.’

કાેંગ્રેસના નેતાઆેએ તેમના આપઘાતની તપાસની માગ કરી છે. જોકે જણાવવામાં આવી રહ્યું છે કે તેઆે પારિવારિક તણાવમાંથી પસાર થઇ રહ્યાં હતાં. કાેંગ્રેસે આ મામલામાં સીબીઆઈની તપાસ પણ માગી છે.
દરમિયાન આધ્યાિત્મક ગુરુ ભèયૂજી મહારાજે ખુદને ગોળી મારી મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમના રુમમાંથી મળેલી સુસાઈડ નોટમાં તેઆે તણાવમાં હોવાનું લખ્યું છે. પોલીસને પ્રારંભિક તપાસમાં ઘરેલુ વિવાદની વાત સામે આવી છે. પોલીસને આપેલા નિવેદનમાં પત્ની-દીકરીએ એકબીજા સામે આરોપ લગાવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારે આશરે 11 વાગે ભèયૂજી મહારાજ દીકરી કુહંના રુમમાં ગયા ત્યારે તે અસ્ત-વ્યસ્ત હતો. તેમણે પત્ની આયુષીને કહ્યું કે, કુહં આવવાની છે. જેને લઈ બંને બચ્ચે તકરાર થઈ. જે બાદ ભèયૂ મહારાજે નોકરોને કઈ રુમ વ્યવસ્થિત કરાવ્યો.

ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રએ કહ્યું કે, ઘરમાં ભèયૂ મહારાજ, મા તથા સેવક વિનાયક અને યોગેશ હતા. પત્ની ડો.આયુષી બહાર ગઈ હતી. બે સેવાદારને સવારે 11 વાગે નીચે મોકલી દેવામાં આવ્યા અને પુણેમાં રહેતી દીકરી કુહંના રુમમાં જતા રહ્યા હતા. જ્યારે પત્ની બપોરે 12 વાગે આવી તો જોયું કે લાયસન્સવાળી બંદૂક ભèયૂ મહારાજના હાથ પાસે પડી હતી અને માથામાંથી લોહી નીકળતું હતું. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પોલીસને આપેલા નિવેદનમાં ભèયૂ મહારાજની દીકરી કુહંએ કહ્યું કે, હું ડો. આયુષીને મારી માતા નહોતી માનતી. તેના કારણે પરેશાન થઈને પિતાએ આ પગલું ભર્યું છે. તેને જેલમાં બંધ કરી દો. ભèયૂજી મહારાજની પત્ની ડો. આયુષીએ નિવેદનમાં કહ્યું કે, કુહુને હું અને મારી દીકરી પસંદ નહોતા. આ કારણે દીકરીના જન્મ બાદ હું મારી માતાના ઘરે રહેવા જતી રહી હતી. કુહં પુણે ગયાના થોડા દિવસો પહેલા જ હું ઇન્દોર આવી હતી અને અહી સારી રીતે રહેતી હતી.
ભèયૂજી મહારાજના ઘરે કામ કરતાં નોકર અને સેવાદારે પણ પત્ની અને દીકરી વચ્ચે વિવાદની વાત જણાવી. તેમણે કહ્યું કે, દરેક વાત પર તેઆે પત્નીથી વધારે દીકરીનો પક્ષ લેતા હતા. આ કારણે બંનેમાં વિવાદ પણ થતો હતો. ભèયૂજી મહારાજ પ્રથમ પત્નીથી થયેલી દીકરી કુહંને વધારે પ્રેમ કરતા હતા. બીજા લગ્ન બાદ દીકરીએ તેમનાથી અંતર બનાવી લીધું હતું. બીજી પત્નીથી તેમને ત્રણ મહિનાની દીકરી છે. કુહં પુણેથી મંગળવારે જ ઈન્દોર આવી હતી.
પોલીસ તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે ભèયૂજી મહારાજના બીજા લગ્નની કુહંને ખબર નહોતી. તે લગ્નમાં પણ નહોતી ગઈ. લગ્ન અંગેની ખબર પડéા બાદ કુહંએ ઘરમાં ઝઘડો પણ કર્યો હતો.
ભèયૂજી મહારાજના મોદીથી લઈ અનેક ટોચના રાજકારણીઆે સાથે સંબંધ હતા.

Comments

comments