મંગળવારથી અમરનાથયાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂ

April 3, 2019 at 10:27 am


જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી ટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે, એવી સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી હતી. કોઇ પણ વ્યકિતને પરમિટ વિના યાત્રા કરવા દેવામાં નહીં આવે. આ પરમિટ કેટલાક દિવસ અને ટ માટે આપવામાં આવે છે.
અમરનાથયાત્રાના યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન દેશના ૩૨ રાય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બેંક, યસ બેંક અને જમ્મુ કાશ્મીર બેંકની કુલ નક્કી કરવામાં આવેલી ૪૪૦ બ્રાન્ચમાં કરવામાં આવશે.
૪૬ દિવસ સુધી ચાલનારી આ યાત્રાની શઆત પહેલી જુલાઇના માસિક શિવરાત્રીના દિવસથી થશે અને તેની પૂર્ણાહત્પતિ ૧૫ આગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ થશે.

હાલની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપરાંત બોર્ડે દરરોજ ચોક્કસ સંખ્યામાં યાત્રાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું પણ નક્કી કયુ છે, એવી અધિકારીએ માહિતી આપી હતી. રજિસ્ટ્રેશન માટે યાત્રાળુએ ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ રજૂ કરવું આવશ્યક છે. દરેક રાયના યાત્રાળુઓ માટે ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ લેવા માટે અધિકૃત ડોકટર્સ અને મેડિકલ સંસ્થાની યાદી શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ૭૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી ક્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે. જે વ્યકિતઓ હેલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવા માગતા હોય તેમને રજિસ્ટ્રેશનની જર નહીં પડે. તેમની હેલિકોપ્ટરની ટિકિટ આ માટે પૂરતી છે. જોકે તેમણે યાત્રા પહેલાં ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ આપવું પડશે

Comments

comments

VOTING POLL