મંત્રી વિભાવરીબેન ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા, આજથી ત્રણ દિવસ ભાવનગરમાં : સૌએ સાથે મળીને કુદરતી આપતિ સામે સુરક્ષિત થવા અપીલ

June 12, 2019 at 3:00 pm


વાવાઝોડા જેવી કુદરતી આપતિમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી વિભાવરીબેન દવે આજે ભાવનગર પહોંચ્યા છે. વાવાઝોડાની સ્થિતિમાં તત્રં અને લોકોની સાથે રહીને કુદરતી આપતિનો સામનો કરવા તેઓ આજથી ત્રણ દિવસ ભાવનગરમાં રહેશે તેવી જાહેરાત કરી છે. ખાસ કરીને તેઓ ભાવનગર કલેકટર કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહી તંત્રને માર્ગદર્શન આપશે. કુદરતી આપતિમાં લોકોની વચ્ચે રહેવાની તેમની આ કાર્ય પદ્ધતિને નગરજનોએ આવકારી છે. દરમ્યાનમાં મંત્રી વિભાવરીબેન દવેએ ‘આજકાલ’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કુદરતી આપતિ છે. ત્યારે ડરવાને બદલે તેનાથી સુરક્ષિત થવા સૌએ સાથે મળીને પ્રયાસો કરવા પડશે. જેથી મહત્તમ નુકશાની ટાળી શકાય. તેમણે લોકોએ સચેત રહેવા અને સાવધાની દાખવી સુરક્ષિત સ્થળો પર ખસી જવા અને જરૂર પડે તંત્રની તથા પોતાનો સંપર્ક કરવા અનુરોધ કર્યેા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ભાવનગરમાં જ લોકોની વચ્ચે રહેશે

Comments

comments

VOTING POLL