મકનપુર પાસે ત્રિપલ અકસ્માતમાં બે યુવકના મોત

May 26, 2018 at 1:14 pm


યાત્રાધામ દ્વારકા નજીક મકનપુર પાસે ખાનગી ટ્રાવેલ્સની બસે બે રીક્ષાને હડફેટે લેતા સજાર્યેલા ત્રિપલ અકસ્માતમાં બે યુવાનનું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ છે અકસ્માતમાં અન્ય બે યુવાનને ઇજા થતાં વધુ સારવાર અથ£ જામનગર ખસેડાયા છે અકસ્માત સજીર્ બસ ચાલક ફરાર થઇ ગયો હતો, ત્રણ વાહન ધડાકાભેર અથડાતા વાહનમાં સવાર મુસાફરોની ચીસોથી હાઇવે ગુંજી ઉઠયો હતો.

ગોઝારા અકસ્માતની મળતી વિગત અનુસાર દ્વારકાથી આશરે 10 કીમી દુર દ્વારકા-આેખા હાઇવે પર આવેલા મકનપુર ગામ પાસે શુક્રવારે બપોરે 1-30 વાગ્યાની આસપાસ આેખાથી દ્વારકા પુરઝડપે જતી ખાનગી બસ નં. જીજે 10 ડબલ્યુ 9611ના ચાલકે કાબુ ગુમાવતા સામેથી આવતી અને આેખા તરફ જતી છકડો રીક્ષા નં. જીજે 37યુ 7814 અને અતુલ આેટો રીક્ષા નં.જીજે37યુ232 હડફેટે લેતા ત્રિપલ અકસ્માત થયો હતો, આ ગોઝારા અકસ્માતમાં છકડા ચાલક તથા છકડામાં સવાર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતાં, અકસ્માતમાં છકડા રિક્ષામાં સવાર જેઠાભા માણસીભા માણેક (ઉ.વ.25, રે દ્વારકા)ને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જયારે કાનાભા જીવણભા સુમણીયા (ઉ.વ.26 રેદદ્વારકા)ને પણ ગંભીર ઇજા થતાં 108 દ્વારા સારવાર અથ£ દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં ડોકટરે તેની પ્રાથમિક તપાસ કરી મૃત ઘોષિત કર્યો હતો, જયારે અતુલ આેટો રીક્ષામાં સવાર મહેમુદ દાઉદ શેખ (ઉ.વ.45) તથા રજાક કાસમ સંઘાર (ઉ.વ.30)ને ગંભીર ઇજા થતાં પ્રથમ દ્વારકા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અથ£ જામનગર ખસેડયા હતા અકસ્માત સજીર્ બસનો ચાલક ફરાર થઇ ગયો હતો, બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બસ ચાલક સામે ફરીયાદ નાેંધાવની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બન્ને મૃતકની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL