મક્કાની મસ્જિદમાં ‘ગેઈમ’ રમતી મહિલાઓનો ફોટો વાયરલ થતાં ખળભળાટ

February 23, 2018 at 7:05 pm


મક્કા મદીના સાઉદી અરબમાં આવેલું એક પવિત્ર શહેર છે. જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ એક વાઇરલ થયેલો ફોટો છે. આ ફોટોમાં ચાર મહિલાઓ બોર્ડ ગેમ રમતી જોવા મળે છે. આ ચાર મહિલાઓએ બુરખા પેહર્યા છે અને તેઓ મક્કાના પવિત્ર મસ્જિદ પરીસરમાં બેઠી છે. આ તસ્વીર વાઇરલ બાદ વિવાદ શરૂ થયો છે. આ ફોટો ગણતરીની મિનિટોમાં જ એટલો વાઇરલ થઈ ગયો કે સાઉદીના અધિકારીયો એ એક નિવેદન બહાર પાડવું પડ્યું. સાઉદી અધિકારીઓએ કહ્યું હતું કે “ગયા શુક્રવારે 11 વાગે પવિત્ર મસ્જિદના અમુક સિકયુરિટી અધિકારીઓએ આ ચાર મહિલાને બોર્ડ ગેમ રમતી જોઈ હતી. તે તુરંત તેની પાસે ગયો અને તેમને ગેમ રમવાની ના કહી દીધી હતી. તે મહિલાઓએ પણ તુરંત જ ગેમ રમવવાનું બંધ કરી દીધું અને તેઓ ત્યાંથી જતી રહી હતી.

મહત્વપૂર્ણ છે કે આ પહેલીવાર નથી કે જ્યારે મસ્જિદના પરીસરમાં આ પ્રકારની ઘટના બની હોય. આ અગાઉ વર્ષ 2015માં મસ્જિદ-એ-નાબવીમાં કેટલાક યુવાનો પત્તા રમતા હોય તેવી તસવીરો સામે આવી હતી. આ ઘટનાની પણ ખૂબ નિંદા થઈ હતી.

Comments

comments

VOTING POLL