મગજના તાવને કારણે 55 બાળકોના મોત

June 12, 2019 at 10:37 am


ઉત્તર બિહારના બાળકો ઉપર મગજના તાવનો કહેર વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં મુઝફફરપુરના એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ બાળકોના મોત નિપજ્યા હતા.

આ બાળકોના મોત સાથે જ છેલ્લા 11 દિવસમાં આ બીમારીથી મૃતકોની સંખ્યા 55 થઈ જવા પામી છે. આ બીમારીથી પીડિત 23 નવા બાળકોને બન્ને હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 15 બાળકોને એસકેએમસીએચ અને આઠ બાળકોને કેજરીવાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 23 નવા દાખલ કરાયેલા બાળકો સહિત કુલ 154 કેસ મગજના તાવના નોંધાયા છે. બીજી બાજુ પીડિતોના મોતની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખી પટણા હેડક્વાર્ટરમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. મુખ્યમંત્રી નીતિશકુમારના નિર્દેશ પર સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર પ્રમુખ ડો.આર.ડી.રંજન, રાજ્ય વેક્ટર બોર્નડિસીઝ કંટ્રોલ અધિકારી ડો.એમ.પી.શમર્િ સહિતના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.

Comments

comments

VOTING POLL