મગફળી કૌભાંડમાં કોઈને પણ છોડાશે નહીઃ પ્રદીપસિંહ જાડેજા

August 16, 2018 at 2:54 pm


‘ચકચારી મગફળી કાંડમાં દોષિત એવા કોઈને પણ છાવરવામાં નહી આવે. કોઈની શેહશરમ રાખ્યા વિના દોષિતને આકરી સજા કરવામાં આવશે જ’. ઉપરોકત શબ્દો ‘આજકાલ’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મકકમતા સાથે ઉચ્ચાર્યા હતાં. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ વિવિધ મિડીયા હાઉસીસની મુલાકાત દરમિયાન પ્રદિપસિંહ જાડેજાએ ‘આજકાલ’ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી.

આ અવસરે પ્રદિપસિંહ જાડેજાએ ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી સાથે મગફળી કાંડ, દારૂબંધીની નવી પોલિસી તથા રાજકોટ સહિત રાજ્યમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે થઈ રહેલા પ્લાનિંગ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પ્રદિપસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનારા મગફળી કૌભાંડ અંગે કડક કાર્યવાહીનો મકકમતા સાથે નિર્દેશ આપ્યો હતો. તેમણે કાેંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મગફળી કાંડને રાજકિયરૂપ આપવા માટે કાેંગ્રેસ દ્વારા આ મુદ્દે તદ્ન વાહિયાત અને ઢંગધડા વગરના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ મામલે 30 શખસોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. પ્રદિપસિંહ જાડેજાએ મગફળી કૌભાંડમાં દોષિત શખસો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપી કોઈપણને પણ છોડવામાં નહી આવે તેમ જણાવ્યું હતું.

મગફળી કાંડની તપાસમાં થઈ રહેલા વિલંબ અંગે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક તપાસના અલગ અલગ પરિમાણો હોય છે.

આ મામલે ફોરેિન્સકના પ્રાથમિક રિપોર્ટ બાદ પણ કેટલાક મુદ્દાઆેની પુર્તતા જરૂરી છે. વળી આ મુદ્દે વિપક્ષ જે કાગારોળ મચાવી રહ્યાે છે તે બેબુનિયાદ છે. સરકાર ફકત વિકાસ માટે કામ કરી રહી છે. વિપક્ષ પાસ કોઈ એજન્ડા નથી. તેમણે મગફળી કાંડમાં ભાજપ કે કાેંગ્રેસ કોઈપણ પક્ષનો કાર્યકર કે આગેવાનો સંડોવાયેલો હશે તો પણ તેની સામે અચુકપણે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ અવસરે પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યમાં દારૂબંધીની નવી પોલિસી અંગેની આગામી ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે તેમ જણાવા સાથે રાજકોટ સહિત રાજ્યના મહાનગરોમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કરતાં પ્લાનિંગ અંગે પણ જાહેરાતની વાત ઉચ્ચારી હતી.

આ અવસરે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર એસ.એન.ખત્રી, ડીસીપી સૈની અને ડીસીપી જાડેજા પણ ગૃહ રાજ્ય મંત્રીની સાથે રહ્યા હતાં.

‘આજકાલ’ના ડિજિટલ સ્ટુડિયોની મુલાકાત લઈ પ્રભાવિત થતાં પ્રદીપસિંહ જાડેજા

‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ‘આજકાલ’ના અત્યાધુનિક ડિજિટલ સ્ટૂડિયોની પણ મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે મિડીયા ક્ષેત્રે મોર્ડનાઈઝેશન બદલ ‘આજકાલ’ને શુભેચ્છાઆે આપી આ નુતન અભિગમની પ્રશંસા કરી હતી. આ અવસરે ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલ જેઠાણીએ ‘આજકાલ’ની મલ્ટીપલ એડિશન્સ તથા ફેસબૂક અને વોટ્સએપ પર બ્રેકિંગ ન્યૂઝ અંગે પણ પ્રદિપસિંહ જાડેજાને માહિતગાર કર્યા હતાં.

રાજ્યમાં દારૂ અંગેની પોલિસીના નવા કડક નિયમો એક સપ્તાહમાં જાહેર કરાશેઃ પ્રદીપસિંહ જાડેજા

રાજ્યમાં દારૂ અંગેની પોલિસીના નવા કડક નિયમો આગામી એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ નિયમોમાં ન્યુ લિકર પરમિટ સહિતના મુદ્દાઆેને આવરી લેવામાં આવ્યા છે. આ મુદ્દે કેટલાક સુધારાઆે કરવાના બાકી છે જે કામગીરી એક સપ્તાહમાં આટોપી લેવાની ગણતરી છે. ત્યારે દારૂ અંગેની પોલિસીના નવા નિયમો આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

રાજકોટ સહિત રાજ્યમાં ટ્રાફિક માટે થઈ રહ્યું છે પ્લાનિંગઃ ગૃહ મંત્રી

રાજકોટ સહિત રાજ્યના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. ત્યારે આ અંગે ચોકકસ દિશામાં પ્લાનિંગ ચાલી રહ્યું હોવાનું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ‘આજકાલ’ને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિવિધ શહેરોમાં નિશ્ચિત સ્થળોએ પાકિર્ગ સ્લોટ ઉભા કરવાની વિચારણા પણ ચાલી રહી છે. આ ઉપરાંત જે તે શહેરોમાં પોલીસ અને મહાપાલિકા તંત્ર સંકલન સાધી આ દિશામાં કામગીરી કરે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL