મચ્છરનગર વિસ્તારમાં ન્યુસન્સ દુર કરવા કોર્પોરેટરે મ્યુ. કમિશ્નરને પત્ર લખ્યો

August 21, 2018 at 11:14 am


અમારા વોર્ડ વિસ્તારમાં મચ્છરનગર, આશાપુરા મંદિરની વાડી સામે, બ્લ્ાેક નં. 23માં એક આસામી રહે છે તેઆેએ તેમના બ્લોકની બાજુમાં બાંધકામ કરેલ છે અને 10 થી 15 કુતરા પાળે છે જેને હિસાબે એકી સાથે આટલા કુતરા ભેગા થતા હોય, તેના અવાજથી દિવસ અને રાત્રીના આજુ બાજુના રહેવાસીઆેને ખુબ જ ખલેલ પહાેંચ છે અને તેઆેની પ્રાયવસ}નો ભંગ થાય છે તેમજ મંદિરની ધામિર્ક જગ્યાની પ્રવૃતિ બે રોકટોક ચાલતી હોય લોકોની ધામિર્ક લાગણી દુભાય છે તેમજ મંદિરે જતા સ્થાનીક રહેવાસીઆેને આ કુતરાઆે કરડી જાય તેની ભીતી રહે છે આ આસામી પોતે વકીલ હોય, આજુ બાજુના રહેવાસીઆેને અવાર નવાર કાયદાની કલમો દેખાડી હેરાન પરેશાન કરે છે આથી આ જગ્યાએ કુતરાનો ત્રાસ બંધ કરાવવા યોગ્ય કાર્યવાહી થવા અને જાહેરમાં ન્યુસન્સ કરવા અંગે ધોરણસર કાર્યવાહી થવા પત્રમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL