મજીવાણા નજીક કારમાંથી દારૂના 1ર બાચકા મળ્યા

August 31, 2018 at 2:21 pm


પોરબંદરના મજીવાણા નજીક કારમાં દારૂના 1ર બાચકા મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.હાલ શ્રાવણ મહિનામાં દારૂ તેમજ જુગારની બદલી ઉપર પોરબંદર જીલ્લા પોલીસવડા પાથર્રાજસિંહ ગોહિલની સુચનાથી ઘાેંસ બોલાવવાનું ચાલુ છે જેમાં બગવદર પોલીસ નાઇટ પેટ્રાેલીગ, મજીવાણા-સોઢાણા રોડ ઉપર પેટ્રઃાેલીગ કરી રહેલ તે દરમ્યાન વહેલી સવારે મજીવાણા થી ફટાણા જતા કાચા રસ્તે એક મારૂતિ ઝેન જીજે 1 બીકે 9076 શંકાસ્પદ જોતા બગવદર પોલીસ સ્ટાફના માલદેભાઇ બાપોદરા તેમજ મૌલીકભાઇ જાની વિગેરે સ્ટાફે આ કાર રોકાવી તેમની તલાશી લેતા દેશીદારૂના બાચકા નંગ-1ર કુલ લીટર 49ર કી. રૂા. 9840 તેમજ મારૂતી ઝેનકાર કી.રૂા. 40 હજાર કુલ 49840ના મુદ્દામાલ સાથે ફટાણા ગામના નાગાજણ નવઘણ ઉ.વ. 33ને અટક કરી કાયદેસર કાર્યવાહી બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.એમ. ગઢવીએ હાથ ધરેલ છે. આ દારૂ પકડવામાં હે.કો. માલદેભાઇ બાપોદરા, મૌલીકભાઇ જાની વિગેરે સ્ટાફ રોકાયો હતો.

Comments

comments

VOTING POLL