મતદાન મથકોની સુવિધા: અતિસંવેદનશીલ મતદાન મથકો ફોકસ કરવા ચૂંટણી પંચનો આદેશ

April 15, 2019 at 10:50 am


ચૂંટણીની ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ચૂંકના માઠા પરિણામો ચૂંટણીપંચે ભોગવવા પડે છે. કેટલાક કિસ્સામાં કાનૂની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલતા કેસના કારણે ચૂંટણીપંચ સામે કેટલાક વિશ્ર્વસનીયતાના સવાલો ઉભા થયા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી કમિશનર ડો.એસ.મુરલી ક્રિષ્નન આકરા પાણીએ થયા છે અને અધિકારીઓને નિષ્પક્ષ, પારદર્શી ચૂંટણી કરાવવા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી તાકિદ કરી છે.

ચૂંટણીપંચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચની કામગીરીને કાનૂની કઠેડામાં લઈ જવામાં આવી છે. જેમાં ચૂંટણીપંચની કેટલાક કિસ્સામાં પીછેહઠ થવા પામી છે. તો બધી બાબતોને ચૂંટણીપંચ દ્વારા તમામ મતદાન મથકો પર ઉભી કરવામાં આવેલી સુવિધાઓની ખાતરી કરવા અધિકારીઓને તાકિદ કરવામાં આવી છે. ગત ચૂંયણીમાં સરેરાસથી વધુ કે ઓછું મતદાન થયુ હોય તેને ધ્યાનમાં રાખવાના આદેશ કરવામાં આવી છે.

મતદાન મથક પર જરી સુવિધા જેવી કે પીવાના પાણી, ટોયલેટ, રેમ્પવોક, તેમજ વીજળીની વ્યવસ્થા વગેરે ધ્યાનમાં લેવામાં આવી છે. ચોક્કસ પક્ષ કે ચોક્કસ ઉમેદવારની તરફેણ કે વિધ્ધમાં મતદાનને નકારી શકાતું નથી આવા સંજોગોમાં તટસ્થપરે પગલાં લેવાવા જરી છે.
સંવેદનશિલ અને તિસંવેદનશીલ મતદાન મથકો પર મતદાન વેળાએ વીડિયો રેકોર્ડિંગ, સીસીટીવી સર્વેલન્સ અને સલામતીનું વિશેષ ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ વખતે રાજ્યમાં 21000 જેટલા અતિસંવેદનશીલ મતદાન મથકો ઓળખી કાઢવામાં આવે છે. જે 2014ની ચૂંટણીની સરખામણીએ લગભગ બમણા થઈ જવા પામ્યાછે.

મતદાન દરમિયાન ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજકીય એજન્ટને નહી ચલાવવાના કડક આદેશ થયા છે આવા રાજકીય એજન્ટને મતગણતરી કેન્દ્ર પર ફરકવા નદેવામાં આવશે નહીં.
ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસે મતપેટીઓને સાચવવા સ્ટ્રોંગ મ અને મતગણતરી કેન્દ્રોની વ્યવસ્થા અંગેના અહેવાલો માગવામાં આવ્યા છે. આ મતપેટી ઈવીએમની સુરક્ષાના માતદંડો મુજબ સ્ટ્રોંગ મ નક્કી કરવા જણાવવામાં આવ્યું છે.

Comments

comments