મતદાર યાદીમાં 15 આેકટોબર સુધી હક્કદાવા વાંધા અરજી ચૂંયણીપંચ સ્વીકારશે

September 7, 2018 at 12:17 pm


આગામી લોકસભા-2019ની ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાત રાજ્યમાં મતાધિકાર ધરાવતા તમામ નાગરિકોની આખરી યાદી પ્રસિધ્ધિ માટે 1 જાન્યુઆરી-2019 નિર્ધારિત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્નનના જણાવ્યાનુસાર 1-1-2019ની લાયકાતના સંદર્ભમાં અત્યારે રાજ્યમાં 4,40,74,769 મતદારો નાેંધાયેલા છે. જેમાં પુરુષ મતદારો 2,29,18,229, સ્ત્રી મતદાર 2,11,54,706 છે. તો ત્રીજી જાતિના મતદારો 834 નાેંધાયેલ છે.

રાજ્યમાં 18થી 19 વર્ષના 3,15,744 અને 80 વર્ષથી વધુ વયના 7,69,452 મતદારો નાેંધાયા છે. હાલ રાજ્યમાં 99.99 ટકા મતદારો પાસે મતદાર આેળખ કાર્ડ છે.

હાલ રાજ્યમાં મતદાર યાદીમાં 1-1-2001 કે તે પહેલા જન્મેલા નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થાય તે માટે મતદાર યાદીમાં નામ નાેંધાવવુ ફરજિયાત છે. ભારતીય ચૂંટણીપંચ દ્વારા 1-9-2018થી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 15-10-2018 સુધી આ કાર્યક્રમ તબક્કાવાર ચલાવવામાં આવશે.

16-9-2018થી 30-9-2018 સુધી વાંધા આજી દાખલ કરી શકાશે. તો તા.14-10 અને 15-10 હક્કદાવા અને વાંધા અરજીઆેનો કરી શકશે. આ દિવસો દરમિયાન મતદાર મતદાન મથક પર જઈને વિગતોની ચકાસણી કરી શકશે. જો યાદીમાં નામ ન હોય તેમણે ફોર્મ નં.6, નામ કમી કરાવવા ફોર્મ નં.7, ભુલ સુધારણા માટે ફોર્મ નં.8 અને સ્થળ ફેરબદલી માટે ફોર્મ નંબર 8(ક) ભરીને આપવું પડશે.

લોકસભાની ચૂંટણી માટે 1-1-2019ના જે મતદારોને 18 વર્ષ પૂર્ણ થયા હોય તેમને મતાધિકાર મળે તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો.એસ.મુરલીક્રિષ્નના જણાવ્યાનુસાર લોકસભા-2019ની ચૂંટણી પૂર્વ મતદારો પોતાના અધિકારના પાલન કરી શકે તે માટે રાજ્યના તમામ જિંરામાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 4.40 કરોડ મતદારો નાેંધાયા છે.

Comments

comments

VOTING POLL