મત ગણતરી કેન્દ્રની બાજુમાં જ તંબુ નાખી દૂરબીનથી ઈવીએમ પર નજર રાખતો વિપક્ષ

May 22, 2019 at 11:27 am


ઈવીએમમાં છેડછાડની આશંકા વચ્ચે રાજકીય પક્ષો કયાંય પણ કાંચુ કપાય જાય તેવું ઈચ્છતા નથી. મેરઠમાં સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા માટે સ્ટ્રોંગ રૂમ ઉપર નજર રાખવા માટે વિપક્ષી દળોના સમર્થકો તંબુ લગાવીને દિવસમાં સીસીટીવી કેમેરા અને રાત્રે દૂરબીનથી બાજનજર રાખી રહ્યા છે.
વિપક્ષને આશંકા છે કે અણીના સમયે ઈવીએમમાં ગરબડ થઈ શકે છે. મેરઠમાં મહાગઠબંધન ઉમેદવાર હાજી યાકુબ કુરેશીના સમર્થકોએ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા માટે નજીકમાં જ તંબુ લગાવી દીધો છે અને તેમાં બે એલઈડી સ્ક્રીન મુકી દેવામાં આવી છે. બન્ને પર સ્ટ્રોંગ રૂમની બહાર લાગેલા સીસીટીવી કેમેરાનું લાઈવ ફિડ આવે છે. જો એ બધં થઈ જાય તો સમર્થકો તુરતં ચૂંટણી અધિકારી સાથે વાત કરે છે. ઉલ્લેખનીય છે કે તંત્રએ ઉમેદવારોને સીસીટીવી કેમેરાના લાઈવ ફિડ જોવાની પરવાનગી આપેલી છે. સ્ટ્રોંગ રૂમની આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેઓ દૂરબીનનો સહારો લઈ રહ્યા છે. સમર્થકો પાસે દિવસ અને રાત એમ બન્ને પ્રકારના વિઝન બતાય તેવા દૂરબીન ઉપલબ્ધ છે

Comments

comments

VOTING POLL