મનપાની જન્માષ્ટમી ભેટઃ વેરા વળતર યોજના 1 માસ લંબાવાઈ

August 31, 2018 at 3:06 pm


રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે બપોરે 12 કલાકે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠક મળનાર છે. દરમિયાન આ બેઠક પૂર્વે સ્ટેન્ડિ»ગ ચેરમેન ઉદય કાનગડે રાજકોટવાસીઆેને જન્માષ્ટમી પર્વની ભેટ આપતી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે વેરા વળતર યોજના વધુ એક માસ માટે લંબાવવામાં આવશે અને તા.30-9-2018 સુધી મિલકતવેરામાં 10 ટકા વળતર આપવામાં આવશે. આવતીકાલે સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત પર સત્તાવાર મંજૂરીની મહોર લાગશે.

સ્ટેન્ડિ»ગ ચેરમેન ઉદય કાનગડે ઉમેર્યું હતું કે, શહેરીજનોમાંથી મળતી ફરિયાદોને અનુલક્ષીને તેમજ વાંધા અરજીઆેના નિકાલની પ્રક્રિયા સહિતની બાબતોને ધ્યાને લેતાં તેમજ વ્યાપક લોકમાગણીના અનુસંધાને વેરા વળતર યોજનાની મુદતમાં એક મહિનાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવનાર છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર તરફથી દરખાસ્ત મોકલવામાં આવી છે જેને આવતીકાલે સત્તાવાર મંજૂરી આપવામાં આવશે. નવી કરવેરા પÙતિના કારણે એક પણ મિલકતધારકને અન્યાય ન થાય તેવા આશયથી આ કાર્યવાહી કરવામાં આવી રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

સ્ટેન્ડિ»ગ કમિટીના એજન્ડામાં સમાવિષ્ટ 15 દરખાસ્તોમાં ધી બીપીએમસી એક્ટની કલમ-73 (ડી) હેઠળ કમિશનરે કરેલ કરારો તથા ધી બીપીએમસી એક્ટની કલમ-289 અન્વયે ફાયર બ્રિગેડની અઠવાડિયક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા (2) ધી બીપીએમસી એક્ટની કલમ-29 (ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના ઠરાવો જાણમાં લેવા (3) વોર્ડ નં.7માં આવેલ મહાત્મા ગાંધી (આલ્ફ્રેડ હાઈસ્કૂલ) હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રની કામગીરીમાં વધારાની સુવિધાઆે માટે ખર્ચ મંજૂરી અંગે (4) વોર્ડ નં.15માં આવેલ કુબલીયાપરા શેરી નં.7,8,9,10 વિગેરે વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક બદલાવવાના તેમજ આઈસી, એચસી તેમજ એમએચ બનાવવાના કામ અંગે (5) રાજકોટ મહાપાલિકાની જુદી જુદી શાખાઆે માટે મેનપાવર (ડ્રાઈવર) સપ્લાયનો કોન્ટ્રાક્ટ આપવા (6) રાજકોટ મહાપાલિકાના કોઠારિયા સર્વે નં.352માં નવા રિãયુઝડ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા (7) રાજકોટ મહાપાલિકા હસ્તકના પુસ્તકાલયો માટે વર્ષ 2018-19 દરમિયાન પુસ્તકો તથશ બ્રેઈલ સાહિત્ય ખરીદવા (8) રાજકોટ મહાપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો-2018ની જુદી જુદી કામગીરીનો ખર્ચ મંજૂર કરવા (9) રાજકોટ મહાપાલિકાની લાયબ્રેરી શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં કર્મચારી જયેશભાઈ બી.ત્રિવેદીને બ્રેઈન હેમરેજ અને પેરાલિસિસના રોગની સારવારના ખર્ચની રકમ વધુ હોવાથી ખાસ કિસ્સામાં મંજૂર કરી ખર્ચની રકમ ચૂકવવા (10) મહાપાલિકાની
આરોગ્ય શાખામાં મજૂર તરીકે ફરજ બજાવતાં કર્મચારી પુંજાભાઈ કે.સોલંકીના પુત્રને જમણી આંખ પર ગાંઠની બીમારીની સારવાર સબબ ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજૂર કરવા (11) રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખામાં ઈ.ચા.આસિ.મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી બળદેવસિંહ બી.જાડેજાને પુત્રીની સારવાર અંગે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજૂર કરવા (12) રાજકોટ મહાપાલિકાના ડેટા સેન્ટરના એપીસી સિમેન્ટ્રા એલએએક્સ યુપીએસ માટે બેટરી મોડયુલ બાયબેક-ખરીદ કરવા (13) બગીચા શાખામાં મજૂર તરીકે ફરજ બજાવતાં કર્મચારી ખોડિદાસ વેલજીભાઈ સિંધવના પત્નીની સારવાર અંગે ખાસ કિસ્સામાં આર્થિક તબીબી સહાય મંજૂર કરવા (14) મિલકત વેરામાં પેન્ડીગ વાંધા અરજીઆે માટે વળતર યોજનામાં ફેરફાર કરવા અને (15) શહેરમાં જુદા જુદા સ્થળોએ રિવર્સ વેન્ડીગ મશીન ઈન્સ્ટોલ કરવા તથા ત્રણ વર્ષ માટે આેપરેશન તથા મેઈન્ટેનન્સની કામગીરી પીપીપી ધોરણે આપવા સહિતની દરખાસ્તો એજન્ડામાં સમાવિષ્ટ છે.

Comments

comments