મનપા-રૂડાના 299 કરોડના કામોનું આવતીકાલે સીએમના હસ્તે ખાતમુહંર્ત

November 8, 2019 at 4:21 pm


રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ આેથોરિટી દ્વારા રુ.299.44 કરોડના ખર્ચે નિમાર્ણ થનારા વિવિધ ચાર પ્રાેજેક્ટનું આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે ભવ્ય ખાતમુહંર્ત કરવામાં આવનાર છે.
આ ખાતમુહંર્ત ના કાર્યક્રમોનું સંયુક્ત બાગાયત ફંકશન બાલભવન, રેસકોર્સ ખાતે બપોરે 3-30 કલાકે રાખવામાં આવ્યું છે જેમાં ઉમટી પડવા મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અિશ્વન મોલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, શાસક પક્ષના દંડક અજય પરમાર, બાંધકામ કમિટિના ચેરમેન મનીષ રાડિયા અને મ્યુનિસિપલ કમિશનર કમ રુડા ચેરમેન ઉદિત અગ્રવાલ સહિતના પદાધિકારીઆે અને અધિકારીઆે દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વિશેષમાં મહાપાલિકા અને રુડાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત 136 કરોડના ખર્ચે અટલ સરોવર ડેવલપમેન્ટ, 84.71 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયેંગલ આેવરબ્રિજ તથા 25.53 કરોડના ખર્ચે આમ્રપાલી રેલવે ફાટકે અંડરબ્રિજ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 53.20 કરોડના ખર્ચે નિમાર્ણ થનારા ઇડબલ્યુએસ-1-2ના 496 આવાસોનું મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે ખાતમુહંર્ત કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કાર્યકારી મેયર અિશ્વન મોલિયા ઉપસ્થિત રહેશે.

Comments

comments