મનમોહનસિંઘ, સોનિયા, રાહુલ આજથી સિનેમાના પડદેઃ ‘ઉરી’ એટેક અને સેનાની જવામદ} દર્શકો સામે હાજર

January 11, 2019 at 3:03 pm


આજે સિનેદર્શકો માટે બે મહત્વની અને વાસ્તવિકતા સાથે વણાયેલી ફિલ્મો રિલીઝ થઈ છે. ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અને ‘ઉરી’.
પૂર્વ વડાપ્રધાન અને કાેંગી નેતા મનમોહનસિંઘ પર પ્રકાશ પાડતી ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં અનુપમ ખેર મનમોહનસિંઘના રોલમાં છે.
જયારે ‘ઉરી’ ફિલ્મમાં સર્જિકલ સ્ટ્રાઈકની ભારતીય સેનાના જવાનોની જવામદ} પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
અક્ષય ખન્ના, અનુપમ ખેર સાથે છે અને ખન્ના સંજય બારુના રોલમાં છે. મનમોહનસિંઘના જમણા હાથ તરીકે બારુ રહ્યા હતા. સુઝેન બર્નેટ સોનિયા ગાંધીના રોલમાં છે.
જયારે અહીના કુમરાએ પ્રિયંકા ગાંધીનું કેરેકટર લીધું છે. અજુર્ન માથુર રાહુલ ગાંધીની ભૂમિકા કરી રહ્યાે છે.
વિમલ વમાર્એ લાલુ પ્રસાદ યાદવની ભૂમિકા તો અવતર સૈનિએ એલ.કે.અડવાણીની ભૂમિકા ભજવી છે.
અજીત સતભાલ નામના કલાકારે સ્વ.પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવનો રોલ અદા કર્યો છે.
સંજય બારુએ જ મનમોહનસિંઘની આત્મકથા લખી છે અને તેના આધારે જ આ ફિલ્મ દર્શકો સામે આજે આવી ગઈ છે.
ફિલ્મમાં સંગીત સુદીપ રોય અને સાધુ તિવારીનું છે. ફિલ્મના ડાયરેકટર વિજય ગટ્ટે છે.
‘ઉરી’ ફિલ્મનું આખું નામ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક’ છે. ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર છે અને 2016માં થયેલા ઉરી પરના આતંકી એટેકના વિષય પર આ ફિલ્મ બની છે.
ફિલ્મના કલાકારોમાં વિકી કૌશલ, પરેશ રાવલ, યામી ગૌતમ, કૃતિ કુલહારી વગેરેનો સમાવેશ થાય છે. સંગીત શાશ્વત સચદેવનું છે. 2017માં ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી ત્યારબાદ પ્રાેડયુસર રોની સ્ક્રુવાલાએ આ ફિલ્મની જાહેરાત કરી હતી. આતંકી એટેક અને ત્યારબાદ સેનાની જવામદ} પર ખુબ સુંદર રીતે પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

Comments

comments