મનરેગાને કારણે કચ્છમાંથી સ્થળાંતર અટક્યું : પ્રભવ જોષી

January 11, 2019 at 9:15 am


મહાત્મા ગાંધી રા»ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના અંતગૅત 100 દિવસની રોજગારી પૂરી પાડવાની જોગવાઇ છે, તે વધારીને 150 દિવસની કરી દેવાઇ છે, ત્યારે હાલે કચ્છમાં અછતની સ્થીતીને ધ્યાને લઇને મનરેગા યોજના અંતગૅત જીલ્લામાં થઇ રહેલા કામોને પગલે કચ્છમાંથી સ્થળાંતર અટક્યુ હોવાનું ડીડીઆે પ્રભવ જોષીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

વધુમાં તેમણે જીલ્લામાં અછતની સ્થીતીને ધ્યાને લઇને સરકાર દ્વારા સાે દિવસને રોજગારી પૂરી પાડવાની જોગવાઇમાં વધારો કરીને 150 દિવસની કરી દેવામાં આવતાં સ્વાભાવિક પણે જ માનવકલાકો વધુ ઉત્પાદીત થાય. ખાસ કરીને કચ્છમાં અત્યારે 255 જેટલી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અંતગૅત કામો ચાલુ હોવાને કારણે મહત્તમ કહી શકાય એટલા કુલ 21,137 શ્રમીકો રોજગારી મેળવી રહ્યાા છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણાં વધુ છે.

કચ્છમાં ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન આજદિન સુધીમાં કુલ 23,465 જેટલા કુટુબાેને રોજગારી મળી હોવાને કારણે અત્યાર સુધીમાં 12,24,555 માનવદિન ઉત્પન થયેલ છે, અને તેના પરિણામે રૂા.21.81 કરોડનાે ખચોૅ થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અંતમાં તેમણએ દુકાળગ્રસ્ત કચ્છમાં બહોળા પ્રમાણમાં રોજાગારી મળતી હોઇ રાપર અને લખપત તાલુકા તથા જીલ્લામાંથી અન્ય સ્થળોએ રોજગારીની શોધમાં સ્થળાંતર કરતાં લોકોને સ્થાનિકે પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી હોવાથી લોકો સ્થળાંતર કરતાં અટક્યા હોવાનું જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL