મમતા બિનશરતી રીતે માફી માંગે તેવી તબીબની માંગણી

June 14, 2019 at 7:50 pm


પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળ બાદ વિવાદ વધી રહ્યો છે. રાજીનામાના દોર વચ્ચે તબીબોએ કેટલીક માંગણી પણ કરી છે. તબીબોએ જે માંગ કરી છે તેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી તબીબો સમક્ષ કોઇપણ શરત વગર માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી છે. બીજી બાજુ ઇÂન્ડયન મેડિકલ એસોસિએશન દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તબીબોની સુરક્ષા માટે કાનૂન બનાવવાની માંગ કરી છે. બંગાળના પાટનગર કોલકાતામાં એઆરએસ મેડિકલ કોલેજમાં બે જુનિયર ડોક્ટરોને નિર્દયરીતે માર મારવામાં આવ્યા બાદ આ હડતાળની શરૂઆત થઇ છે. ઇÂન્ડયન મેડિકલ એસોસિએશને અમિત શાહને પત્ર લખીને કાનૂન બનાવવાની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરમાં તબીબોની સામે હિંસાના મામલાઓ વધી રહ્યા છે. હાલની ઘટના બંગાળની છે જ્યાં ડોક્ટર મુખર્જી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમની હાલત ગંભીર બનેલી છે.

તમામ લોકોને નીડર થઇને કામ કરવાની જરૂર છે. અમે તમામ પ્રકારની હિંસાનો વિરોધ કરીએ છીએ. બીજી બાજુ હડતાળ પર ગયેલા તબીબો જુદી જુદી માંગણીઓને લઇને મક્કમ છે. સોમવારના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાની પણ તબીબોએ જાહેરાત કરી છે. કોલકાતામાં આંદોલન ઉપર ઉતરેલા તબીબોના સમર્થનમાં મેડિકલના અન્ય લોકો પણ જાડાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ તબીબો આગળ આવ્યા છે. બીજી બાજુ કોલકાતામાં પ્રદર્શન કરી રહેલા તબીબોની સાથે એકબાજુ મેડિકલ સમુદાયના લોકો છે ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને બંગાળના મુખ્યમંત્રી અપીલ કરતા કહ્યું છે કે, આ સંવેદનશીલ મામલાને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવો જાઈએ નહીં. અમારી સરકાર તબીબોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પ્રતિક વિરોધની સાથે જવાબદારી અદા કરે તે પણ જરૂરી છે. કોલકાતામાં એનઆરએસ મેડિકલ કોલેજમાં એક દર્દીના મોતથી નારાજ થઇને પરિવારના લોકોએ બે જુનિયર ડોક્ટરો ઉપર હુમલો કર્યો હતો.

Comments

comments

VOTING POLL