મમતા બેનરજી મને વર્ષમાં બે ઝભ્ભા ગિફટ આપે છે, ગુલામ નબી મારા સારા મિત્ર: મોદી

April 24, 2019 at 11:00 am


આજે બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેવાયેલા ‘બિનરાજકીય’ ઈન્ટરવ્યુ દરમિયાન મોદીએ અનેક વસ્તુઓ ઉપર પ્રકાશ પાડયો હતો. મોદી અને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આમ તો રાજકીય દુશ્મન ગણાય છે પરંતુ આ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે મમતા બેનરજીના વખાણ કરતાં કહ્યું હતું કે મમતાદીદી હજુ પણ મને વર્ષમાં બે વખત ઝભ્ભા ગિફટમાં મોકલે છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ મારા સારા મિત્ર છે. આટલું જ નહીં પરંતુ વિપક્ષી પાર્ટીઓમાં પણ મારા અનેક મિત્રો છે.

મોદીએ વધુમાં કહ્યું કે બાંગ્લાદેશના વડાપ્રધાન પણ મને મિઠાઈ મોકલવાનું ક્યારેય ચૂકતા નથી. અક્ષયકુમારે મોદીને પૂછયું કે રાજકારણમાંથી સન્યાસ લીધા બાદ તમે શું કરશો ? આ વાતનો અત્યંત નિખાલસતાથી જવાબ આપતાં મોદીએ કહ્યું કે હજુ સુધી તો આ વિશે કશું જ વિચાર્યું નથી પરંતુ અત્યારે કામ કરવાનો સમય છે તેથી જ્યાં સુધી શરીર સાથે આપે ત્યાં સુધી કામ કર્યે જવું છે.

Comments

comments