મલાઇકા અરબાઝને લઇને હજુય સાેફ્ટ કોર્નર ધરાવે છે

September 26, 2018 at 5:57 pm


સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન અને અરબાજ અલગ થઇ ગયા હોવા છતાં તેમની વચ્ચે સંબંધનાે એકદમ અંત આવ્યો નથી. કારણ કે બન્ને હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. બાળકોને ધ્યાનમાં લઇને બંને સમાધાન કરે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળ્યુ નથી. બંને એકબીજા પ્રત્યે સાેફ્ટ કોનૅર પણ ધરાવે છે. મળેલી માહિતી મુજબ થોડાક સમય સુધી અલગ રહ્યાા બાદ મલાઇકા ફરી એકવાર અરબાઝ ખાન સાથે સમાધાન કરી લેવાના મુડમાં દેખાઇ રહી છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાન પારસ્પરિક રીતે અલગ થઇ ગયા હતા. તેમની વચ્ચે લગ્ન સંબંધ 18 વર્ષ સુધી ચાલ્યા બાદ બન્ને અલગ થયા હતા. બન્ને સહમતી સાથે વિધિવતરીતે અલગ થઇ ગયા બાદ ક્યારેય એક સાથે દેખાયા નથી. જો કે હવે એવા સંકેત મળી રહ્યાા છે કે બન્ને સમાધાન કરી લેવાના મુડમાં છે. ગયા વષેૅ મે મહિનામાં તેમની વચ્ચે છુટાછેડાને મંજુરી મળી ગઇ હતી. ત્યારબાદથી મલાઇકા કેટલાક પુરૂષો સાથે નજરે પડી હતી. બાેલિવુડના આશાસ્પદ સ્ટાર અજુૅન કપુર સાથે તે કેટલીક વખત નજરે પડી હતી. આ ઉપરાંત મધ્યપૂર્વના એક ટોપનમા બિઝનેસમેન સાથે પણ તેના સંબંધ રહ્યાા હતા. હવે એવુ જાણવા મળ્યુ છે કે બન્ને ફરી એકવાર સમાધાનના મુડમાં આવી ગયા છે. મલાઇકા અને અરબાજ એકબીજાના સંપર્કમાં સાેશિયલ મિડિયા મારફતે હોવાના હેવાલ મળ્યા છે. જો કે બન્ને તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યુ નથી. જો કે રસપ્રદ બાબત એ છે કે છુટાછેડા થયા બાદ પણ મલાઇકા મલાઇકા અરોરા ખાન તરીકે પાેતાને સાેશિયલ મિડિયા પર રજૂ કરે છે.મલાઇકા સાેશિયલ મિડિયા પર વધારે સક્રિય જોવા મળે છે.

Comments

comments

VOTING POLL