મલ્ટીપ્લેક્સમાં થતી લૂંટ બંધ થશે!

July 16, 2018 at 10:43 am


હમણાં હમણાં દેશના મલ્ટીપ્લેક્સમાં ખાણી પીણીની ચીજવસ્તુઆે પર જે પ્રકારે લૂંટ ચલાવવામાં આવે છે તે મુદ્દાે ચર્ચાના એરણે છે. મુંબઈ હાઇકોર્ટે આ સંદર્ભે જરુરી આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર આ દિશામાં ગંભીર બની છે અને ખાÛપદાર્થોના ભાવ નિયંત્રણમાં આવે તે માટે કાયદો પણ બનાવ્યો છે. હવે આ પ્રકારનો કાયદો ગુજરાત સહીત દેશભરમાં લાગુ થયા તે આવશ્યક છે. જોકે, મહારાષ્ટ્રના મંત્રીએ આવો કાયદો આગામી આેગષ્ટ માસથી અમલમાં આવી રહ્યાે છે તેવું કે કહ્યું છે પણ કેન્દ્ર તરફથી આ પ્રકારની જાહેરાત થવી બાકી હોવાથી તેમાં અનિિશ્ચતતા કહી શકાય.

બધા જાણે છે કે, મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા લોકો કેક પછી મોલમાં જતા લોકો ખાણી -પીણીમાં ઉઘાડેછોગ લૂંટાય છે. મલ્ટીપ્લેક્સના સંચાલકોને આવી લૂંટ કરતા રોકવા માટે સરકારી તંત્ર કાયમ વામણું સાબિત થયું છે. એક તરફ લોકોને મલ્ટીપ્લેક્સમાં પોતાના ખાÛ પદાર્થો લઇ જવા દેવાતા નથી અને ઉપરથી કેન્ટીનમાં ચાર ગણા ભાવ લેવાય છે. દસ રુપિયાના પોપકોર્નનાં સાંઇઠથી સિત્તેર રુપિયા પડાવતા હોવાની ફરિયાદો પણ ઉઠેલી છે.

હવે આ મામલામાં મહારાષ્ટ્ર સરકારે કરેલી પહેલ સૌ માટે મોટી રાહત સાબિત થશે. વિધાન પરિષદમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે મિલ્ટપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા દર્શકો પોતાની સાથે બહારના ખાÛપદાર્થો લઈ જઈ શકે છે. જો કોઈ આમ કરતા રોકે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, આ નિર્ણય પહેલી આૅગસ્ટથી અમલમાં મૂકવામાં આવશે.

આ સાથે કેન્દ્ર સરકાર દરેક જગ્યાએ વસ્તુઆેની એમઆરપી એક જ સરખી હોવી જોઈએ, તેવો કાયદો લાવી રહી હોવાનું પણ આ મંત્રીએ જાહેર કર્યું હતું . એક વસ્તુની કિંમત અલગ અલગ જગ્યાએ જુદી ન હોઈ શકે. પહેલી આૅગસ્ટની આ કાયદો આવશે, જે મોલ અને મિલ્ટપ્લેક્સને પણ લાગુ પડશે, તેમ તેમણે જણાવ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, આ કાયદો દેશભરમાં લાગુ થાય છે કે નહિ.

Comments

comments