મવડી અને ગોંડલ રોડ ડેંગ્યુગ્રસ્ત: કોર્પોરેટરે કર્યો હોસ્પિટલોનો સર્વે

August 27, 2018 at 4:32 pm


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.13માં સમાવિષ્ટ મવડી અને ગોંડલ રોડ વિસ્તાર ડેંગ્યુગ્રસ્ત થઈ ગયો હોવાનો કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે આક્ષેપ કર્યો છે અને સાથે જ તેમણે આજે મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં પોતે જાતે દવાખાનાઓ અને હોસ્પિટલોમાં બ મુલાકાત લઈને એકત્રિત કરેલા ડેંગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યાના આંકડા પણ આપ્યા છે ! તેમણે ઉમેર્યું હતું કે, તંત્રએ સત્તાવાર રીતે સમગ્ર શહેરમાં ચાર કેસ હોવાનું જાહેર કર્યું છે પરંતુ વોર્ડ નં.13માં જ ડેંગ્યુના 12 કેસ હોવાનું તેમણે કરેલા સર્વેમાં ધ્યાન પર આવ્યું છે. કમિશનરે કરેલી રજૂઆતની સાથે તેમણે હોસ્પિટલો, દવાખાનાઓ અને લેબોરેટરીઓના રિપોર્ટ પણ સાથે જોડયા હતા.
મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટની અંદર હાલ જે રીતે રોગચાળાએ ભરડો લીધો છે એ જોતાં રાજકોટની અંદર અસંખ્ય મેલેરિયા અને ડેંગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. ચાર દિવસ પહેલાં કોર્પોરેશન દ્વારા ડેંગ્યુના ચાર કેસ જાહેર કરવામાં આવી હતી પરંતુ અમે રાજકોટની 6થી 7 હોસ્પિટલની બ મુલાકાત કરતાં અમારી પાસે જે માહિતી મળી છે તેમાં આ એક પણ નામ નથી. હાલ અમારી પાસે પૂરાવા સાથે ડેંગ્યુના 12 કેસની માહિતી છે પરંતુ આરોગ્ય વિભાગ હજુ પણ ઘોર નિદ્રામાં છે. રાજકોટની અંદર આ સિવાય બીજી ઘણી પ્રાઈવેટ હોસ્પિટલોમાં ડેંગ્યુના અસંખ્ય દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા જે રીતના ડેંગ્યુના યેસ્ટના રિપોર્ટ માગવામાં આવે છે તે ખરેખર આશ્ર્ચર્યજનક છે. ડેંગ્યુના બે ટેસ્ટ કરવામાં આવે છે. એક સ્લાઈડ ટેસ્ટ અને બીજો એલાઈઝા ટેસ્ટ પરંતુ એલાઈઝા ટેસ્ટ બહ ખચર્ળિ હોય લોકો સ્લાઈડ ટેસ્ટ જ કરાવતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગ એલાયઝા ટેસ્ટને માન્ય ગણે છે. આ જાણકારી અમોને એક નામાંકિત લેબોરેટરી દ્વારા મળેલ છે જે વિસ્તારની અંદર ડેંગ્યુના કેસો જોવા મળેલ છે. ત્યાં હજુ સુધી આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવેલ નથી અને ખોટા આંકડા ગુજરાત સરકાર અને આપ્ને પણ આ વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે.
હાલની પરિસ્થિતિ જોતાં જે વિસ્તારની અંદર મેલેરિયા અને ડેંગ્યુના કેસો જોવા મળી રહ્યા છે ત્યાં તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલાં લઈ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે પગલાં લઈ યોગ્ય કરવા માગણી છે. આ રજૂઆત સાથે પૂરાવા પે હોસ્પિટલના હાલ સારવાર લઈ રહેલા દર્દીઓના નામ-સરનામા સાથેનું લિસ્ટ પણ કમિશનરને આપ્યું હતું.

Comments

comments

VOTING POLL