મવડી ગામમાં શ્યામ વાટીકા પાસે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

January 25, 2019 at 3:35 pm


મવડી ગામ પાસે શ્યામ વાટીકા નજીક રહેતા નેપાળી યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગેની વિગત મુજબ મવડીમાં બાપાસીતારામ ચોક પાસે રાજુભાઈના ઘરે રહેતો અને કારખાનામાં કામ કરતો સુમીત આશારામ સોની ઉ.વ.18 નામનો નેપાળી યુવાને ગઈકાલે ઘરે હતો ત્યારે કોઈ કારણોસર પંખાના હુંકમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગેની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે અન્ય એક બનાવમાં રૈયાધાર મફતીયાપરામાં રહેતી સંગીતાબેન વિજયભાઈ સોલંકી ઉ.વ.25 નામની મહિલાએ ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ફીનાઈલ પી લેતાં તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Comments

comments

VOTING POLL