મવડી ચોકડીએ પાણીપ્રશ્ને મહિલાઓ રણચંડી: માટલાફોડ, ચક્કાજામ

April 20, 2019 at 4:35 pm


રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૨માં ઓછા ફોર્સથી પાણી વિતરણ મુદ્દે આજે મહિલાઓ રણચંડી બની હતી અને મવડી ચોકડીએ સૂત્રોચ્ચાર, માટલાફોડ અને ચક્કાજામ સહિતના આર્યજનક કાર્યક્રમો આપ્યા હતા. આ કાર્યક્રમ વેળાએ ઉપસ્થિત કોંગીજનો પોલીસ સાથે ગોિ કરવામાં લાગી જતાં મહિલાઓ વિફરી હતી અને કોંગીના નેતૃત્વમાં એકત્રિત થયા બાદ કોંગીની હાજરીમાં કાર્યક્રમ આપવાના બદલે સ્વયંભુ કાર્યક્રમ આપી દીધો હતો. કાર્યક્રમ વેળાએ કોંગ્રેસમાં જૂથવાદ ઝળકયો હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું.

વધુમાં આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વોર્ડ નં.૧૨માં આવેલી શ્રીનાથજી સોસાયટી, વિનાયક સોસાયટી, દ્રારકાધીશ સોસાયટી, જલજીત સોસાયટી, ઉદયનગર, રિદ્ધિ સિદ્ધિ, વૃંદાવન સોસાયટી સહિતના વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી વિતરણની કાયમી ફરિયાદ રહેતી હોય અને હાલ ઉનાળામાં જળમાગ વધતી હોય ત્યારે ઓછું પાણી મળતાં મહિલાઓમાં રોષ ભભૂકયો હતો. મુખ્યત્વે કોંગ્રેસી નગરસેવકોની આગેવાનીમાં લતાવાસીઓ એકત્રિત થયા હતા પરંતુ કાર્યક્રમ પૂર્વે કોંગ્રેસીઓ ખાખી વર્દીધારીઓ સાથે વાતચીતમાં મશગૂલ બની જતાં મહિલાઓ વિફરી હતી અને સ્વયંભુ આર્યજનક કાર્યક્રમ આપી રોષ ઠાલવ્યો હતો.

પૂર્વ કોર્પેારેટરના ઈશારે વાલ્વ ખોલ–બધં થતાં હોવાનો આક્ષેપ
મવડી વોર્ડ નં.૧૨ના કોંગી આગેવાનોએ એવો આક્ષેપ કર્યેા હતો કે વોર્ડના ભાજપના પૂર્વ કોર્પેારેટરોના ઈશારે મહાપાલિકાના સ્ટાફ દ્રારા પાણીના વાલ્વને ખોલ–બધં કરવામાં આવે છે જેના લીધે વાલ્વ ઓછો ખોલવામાં આવે તો ઓછા પ્રેશરથી અને વધુ ખોલવામાં આવે તો પૂરતા ફોર્સથી પાણી મળે છે ! જો કે આ આક્ષેપને મેયર તેમજ ભાજપના પૂર્વ કોર્પેારેટરે ફગાવી દીધો હતો અને હળાહળ જુઠાણા સમાન ગણાવ્યો હતો

કોંગ્રેસે ચૂંટણીલક્ષી કાર્યક્રમ આપ્યો છે, પાણીની નવી લાઈન નાખવાનું અને નવા ટાંકાનું કામ ચાલું છે: મેયર
રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ આજે મવડીમાં અપાયેલા ચક્કાજામના કાર્યક્રમ અન્વયે ઈજનેરો સાથે વાતચીત કરીને ઉંડાણપૂર્વક તપાસ કરાવી હતી ત્યારબાદ જણાવ્યું હતું કે કોંગ્રેસના ઈશારે લતાવાસીઓએ ચૂંટણીલક્ષી કાર્યક્રમ આપ્યો છે. પાણીની નવી લાઈન નાખવાનું અને પાણીના નવા ટાંકા બનાવવાનું કામ ચાલું છે. દરેક વિસ્તારમાં સમયસર, પૂરતા ફોર્સથી, પૂરી ૨૦ મિનિટ, શુદ્ધ અને પીવાલયક પાણીનું વિતરણ થઈ રહ્યું છે આમ છતાં કોઈ વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી મળતું હશે તો ઈજનેરોને આ અંગે યોગ્ય કરવા સુચના અપાઈ છે. વોર્ડ નં.૧૨માં પરિન ફર્નિચર પાછળના વિસ્તારોમાં પાણીની લાઈન નથી ત્યાં પણ ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે કે પછી યાં પાઈપલાઈન હોય ત્યાં તો પૂરું પાણી અપાતું જ હોય ને

Comments

comments