મવડી બ્રિજનું જનતા લોકાર્પણ: ભાજપ–કોંગ્રેસ બન્યા મુકપ્રેક્ષક

April 15, 2019 at 4:40 pm


રાજકોટ મહાપાલિકાના ૪૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર પ્રજાજનોના પૈસેથી બનેલા લાય ઓવરબ્રિજ પ્રોજેકટનું પ્રજાજનોના હસ્તે જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. છેલ્લા અઢી વર્ષથી ચાલતાં મવડી લાય ઓવરબ્રિજ પ્રોજેકટનું કામ પૂર્ણ થતાં આજે તા.૧૫–૪–૨૦૧૯ના સવારે ૧૦:૪૫ કલાકે મવડી બ્રિજનું જનતા લોકાર્પણ થયું હતું. સામાન્ય રીતે ઓવરબ્રિજ પ્રોજેકટનું લોકાર્પણ હોય ત્યારે વિશાળ ડોમ બનાવી લોકાર્પણ સમારોહ યોજવામાં આવતો હોય છે. તેમાં જંગી મેદની એકત્રિત કરવામાં આવતી હોય છે. બ્રિજ ઉપર રોશની શણગાર કરવામાં આવતા હોય છે…પરંતુ હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી હોય કોઈ પણ પ્રકારની ભાષણબાજી, નારેબાજી કે ઝાકમઝોળ વિના મવડી બ્રિજ આજે સવારે શાંતિપૂર્વક ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મવડી બ્રિજ પ્રોજેકટ સાકાર થતાં દરરોજ ત્યાંથી પસાર થતાં ૧.૨૫ લાખ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.

વધુમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી લાગણી વ્યકત કરી હતી કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નિર્મિત મવડી લાય ઓવરબ્રિજને લોકોની સુખાકારી માટે લોકોના હસ્તે જ ખુલ્લો મુકી દેવો જોઈએ જેના અનુસંધાને આજે તા.૧૫–૪–૨૦૧૯ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે ઓવરબ્રિજ પર લોકોની આવન–જાવન શરૂ કરાવીને બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ વેળાએ બ્રિજના ઉત્તર તરફના છેડાએ ઓમનગર ચોક પાસે મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતા શાહ, પૂર્વ કોર્પેારેટર રાજુભાઇ બોરીચા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યારે દક્ષિણ તરફના છેડાએ ઉમિયા ચોક તરફ વોર્ડ નં.૧૨ના કોર્પેારેટર વિજયભાઈ વાંક, વોર્ડ નં.૧૩ના કોર્પેારેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અલબત્ત, કાયમ ઉદઘાટન કરનારા ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ અને નગરસેવકો બ્રિજના છેડે ઉભા રહીને જોતાં રહી ગયા હતા અને ‘એક દિન કા સુલતાન’ કહેવાતા મતદારોના હસ્તે બ્રિજનું જનતા લોકાર્પણ કરવામાં આવ્યું હતું

નામકરણ અને તખ્તી આચારસંહિતા પૂર્ણ થયા બાદ મુકવામાં આવશે
લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી હોય હાલમાં બ્રિજના નામકરણ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે મવડી બ્રિજના નામકરણ અંગે નિર્ણય લેવામાં આવશે. બ્રિજના બન્ને છેડે તખ્તી મુકવામાં આવતી હોય છે પરંતુ મવડી બ્રિજમાં હાલ એક જ તરફ બ્રિજની ટેકનીકલ વિગતો સાથેની તખ્તી મારવામાં આવી છે. યારે બ્રિજના સ્ટાટિગ પોઈન્ટ પર મુકવાનું હજુ બાકી રાખવામાં આવ્યું છે. આચારસંહિતા પૂર્ણ થયા બાદ ત્યાં આગળ મેયર સહિતના મહાનુભાવોના નામ સાથેની તખ્તી મુકવામાં આવશે

સીએમ (ચીફ મિનિસ્ટર)ના હસ્તે ભૂમિપૂજન અને સીએમ (કોમનમેન)ના હસ્તે લોકાર્પણ
રૈયા ચોકડી અને મવડી ચોકડી બ્રિજનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. યારે રૈયા ચોકડી બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કયુ હતું પરંતુ મવડી ચોકડી બ્રિજનું કામ પૂર્ણ થયું ત્યાં સુધીમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જતાં આજે મવડી બ્રિજનું લોકાર્પણ સીએમ (કોમનમેન)ના હસ્તે કરવામાં આવ્યું હતું

ઓટોરિક્ષા ચાલી’ને થયું લોકાર્પણ
મવડી ઓવરબ્રિજ પ્રોજેકટ પૂર્ણ થતાં આજે જનતા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકાર્પણ સમયે ગોંડલ રોડ ચોકડી તરફથી આવેલી એક સીએનજી ઓટો રિક્ષા બ્રિજ ઉપરથી પસાર થઈ હતી અને લોકાર્પણ થયું હતું. યારે સામા છેડે બિગબજાર તરફથી એક બાઈક પસાર થયું હતું અને લોકાર્પણ થયું હતું. ગોંડલ રોડ ચોકડી તરફના છેડે કોંગ્રેસીઓએ લાલ રિબિન બાંધી કુમારિકાના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું અને પેંડા વેચી ઉપસ્થિતોના મ્હોં મીઠા કરાવ્યા હતા.

Comments

comments