મવડી વિસ્તારમાં લુખ્ખાગીરી ચલાવતા આહિર શખસની જાહેરમાં સરભરા

February 2, 2018 at 4:16 pm


મવડી વિસ્તારના મધુરમ-1 અને અંકુરનગર મેઈન રોડ પર મકરસંક્રાંતિની રાત્રે નશો કરીને લોકોને પરેશાન કરી લુખ્ખાગીરી ચલાવનારા આહિર ઈસમને માલવીયાનગર પોલીસે આજે જંગલેશ્વરમાંથી ઉઠાવી લીધા બાદ આજે તેને ઘટનાસ્થળે લાવી જાહેરમાં કાયદાનું ભાન કરાવતી સરભરા કરી હતી અને હાથ જોડાવી લોકો પાસે માફી મગાવી હતી.

માલવીયાનગર પોલીસે જણાવ્યું કે, મકરસંક્રાંતિની રાત્રે હેમંત જશા ચાવડા નામના શખસે મધુરમ-1 અને અંકુરનગર મેઈન રોડ વિસ્તારમાં જાહેરમાં ડિ»ગલ કરીને ફફડાટ ફેલાવ્યો હતો તેથી વિસ્તારના લોકોએ માલવીયાનગર પોલીસમાં અરજી આપતા આ લુખ્ખા શખસો ભુગર્ભમાં ઉતરી ગયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરમાં રહેતા હેમંત અને તેનો ભાઈ કાનો મકરસંક્રાંતિની રાત્રે અત્યંત ઝડપે ગાડી ચલાવી મવડી વિસ્તારમાં નીકળ્યા બાદ જાહેરમાં દારૂ ઢીચતા હતા અને મોડીરાત્રે તરસ લાગે તો ગમે તે ઘર ખખડાવી લોકોને પજવતા હતા. આ શખસો અંગે લોકોએ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા આજે માલવીયાનગર પોલીસના પીઆઈ ડી.વી.દવે અને તેમના સ્ટાફે હેમંતને પકડી પાડયો હતો અને જે વિસ્તારમાં તે રોફ જમાવતો હતો ત્યાં લઈ જઈ તેને કૂકડો બનાવી હાથ જોડાવીને લોકો પાસે માફી મગાવી હતી. લાંબા સમયથી નાકે દમ લાવી દેનારા શખસને પોલીસે કાયદાનું ભાન કરાવતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Comments

comments

VOTING POLL