મસિર્ડિઝ બેન્ઝે વી-કલાસ એલાઈટ રૂા.1.10 કરોડમાં લોન્ચ કરી

November 8, 2019 at 11:08 am


જર્મન કંપની મસિર્ડિઝ બેન્ઝે ગુરૂવારે તેનું નવું મિલ્ટ પરપઝ િવ્હકલ વી-કલાસ એલાઈટ લાેંચ કર્યું છે. આના પગલે પ્રીમિયમ આેટોમોબાઈલ સેગમેન્ટમાં કંપનીએ તેની પ્રાેડકટ રેન્જ વિસ્તારી છે. વી-કલાસ એલાઈટ વી-કલાસ એક્સ્પ્રેશનનું અપગ્રેડેડ વર્ઝન છે અને વી-કલાસ એકસ્લુઝિવને સ્પેનમાં બનાવવામાં આવી છે અને સ્થાનિક બજારમાં વેચવામાં આવી રહી છે એમ કંપનીના મેનેજિંગ ડિરેકટર અને સીઈઆે માટિર્ન શ્વેન્કે જણાવ્યું હતું. કારનું અનાવરણ કરતા શ્વેન્કે જણાવ્યું હતું કે લકઝરી એમપીવી રૂા.1.10 કરોડની છે અને તે વી-કલાસ પ્રાેડકટ રેન્જની વી-કલાસ એકસ્પ્રેશન રૂા.68.40 લાખ અને વી-કલાસ એકસ્લુઝિવ રૂા.81.90 લાખની સાથે જ વેચાશે. તેના કેટલાક ફીચર્સમાં મસાજિંગ ફંકશન, કલાઈમેટ કંટ્રાેલ, રિમોટ કંટ્રાેલ્ડ ડોર, 15 સ્પીકર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમની સાથે કંટ્રાેલ સસ્પેન્શન સિસ્ટમ છે, એમ તેમણે જણાવ્યું હતું. વી-કલાસ એલાઈટ છ સીટર લાેંગર વ્હીલ બેઝ વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે અને તે બીએસ-6 ધારાધોરણ મુજબની છે.

Comments

comments