મસૂદ અઝહરના આતંકી જુથ દિલ્હીમાં મોટાપાયે હુમલા કરવાની યોજના ઘડી હતી

December 2, 2019 at 11:25 am


Spread the love

પાકિસ્તાન ખાતેના આતંકી ગુરુ મસૂદ અઝહરના આતંકી જૂથ જેશ દ્વારા પુલવામાં એટેક બાદ નવી દિલ્હીમાં મોટાપાયે આતંકી હુમલા કરવાની યોજના ઘડવામાં આવી હતી અને તેના માણસો એ નવી દિલ્હીમાં કેટલાક સ્થળોની રેકી પણ કરી હતી.
એનઆઈએ ની તપાસમાં આ હકીકતનો ખુલાસો થયો છે અને રિપોર્ટમાં એમ જણાવાયું છે કે આતંકી જૂથ ના લોકોએ દિલ્હી આવીને હુમલો કરવા માટે સર્વેક્ષણ કર્યું હતું.
આ પંખી જૂથના કેટલાક સભ્યો સામે મુકાયેલી ચાર્જશીટ માં એનઆઈએ દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી છે આતંકી જૂથના કેટલાક સભ્યોને દિલ્હીમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા અને બે જણને ગાઝિયાબાદમાં થી પકડી લેવામાં આવ્યા હતા.
આ બધા આતંકી ગ્રુપના સભ્યો સામે દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી છે. દિલ્હીના કેટલાક મહત્વના સ્થળો પર આતંકી હુમલા કરવાની આ ગ્રુપ ની યોજના હતી તેમ એમની રેકી પરથી બહાર આવ્યું છે.
દિલ્હીમાં આતંકી જૂથના સભ્યોએ કયા કયા મોબાઈલ નંબર નો ઉપયોગ કર્યો હતો તે નંબર પણ એનઆઈએ દ્વારા મેળવી લેવામાં આવ્યા છે અને એમના સીમકાર્ડ ની પણ ચકાસણી કરવામાં આવી હતી.