મસૂદ અઝહર ‘બિચારો’ બિમાર છે અને અમારે ત્યાં જ છેઃ પાકિસ્તાનની નફફટાઈભરી કબૂલાત

March 1, 2019 at 10:39 am


ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદનો વડો આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સીએનએન સાથે વાતચીત કરતા કહ્યું કે, મને જાણકારી છે ત્યાં સુધી મસૂદ અઝહાર પાકિસ્તાનમાં જ છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, ભારતે પાકિસ્તાન હવાઈ સીમાનું ઉંંઘન કર્યા બાદ બંને દેશમાં ભારેલા અિગ્ન જેવી સ્થિતિ છે. ભારતે અમારી ધરતી પર બોમ્બ ફેંક્યા હતા. સાથે તેમણે એવું પણ કહ્યું કે અમે શાંતિ ઇચ્છી રહ્યા છીએ.

કુરૈશીએ કહ્યું કે, ભારતને મારો સંદેશ છે કે આ નવી સરકાર છે. આ નવી વિચારસરણી સાથેની સરકાર છે. અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમારી સરકારે લોકોનાં કામ કરવા છે. અમે અર્થતંત્રને પાટે ચડાવવા માંગીએ છીએ. અમે પાકિસ્તાનમાં શાસનમાં સુધારો કરવા માંગીએ છીએ. અમે પાકિસ્તામાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માંગીએ છીએ. અઘફાનિસ્તાનમાં છેલ્લા 70 વર્ષથી ચાલી રહેલા યુÙને અમે ખતમ કરવા માંગીએ છીએ.

પાકિસ્તાનમાં વર્ષો પછી એવી સરકાર બની છે જેને પાકિસ્તાનની આર્મીનું પણ સમર્થન છે. અમે કોઈ સંસ્થા કે વ્યિક્તને અમારી ધરતીનો ભારત સહિત કોઈ પણ દેશ વિરુÙ આતંકી ગતિવિધિ માટે ઉપયોગ નહી કરવા દઈએ.

શાહ મહેમૂદ કુરૈશીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારત ઘણા સમયથી આતંકી અઝહર મસૂદને આંતરારષ્ટ્રીય આતંકીઆેની યાદીમાં મૂકવા માટે પ્રયાસ કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાનનું મિત્ર ચીન આવું શક્ય નથી થવા દેતું તો શું તમે હવે આ દિશામાં કંઈ હકારાત્મક વિચારી રહ્યા છે, ત્યારે તેના જવાબમાં તેમણે કüુ કે, શાંતિ માટે અમે કોઈ પણ પગલાં લેવા માટે તૈયાર છીએ. જો ભારત પાસે ઠોસ પુરાવા છે તો અમારી સાથે વાત કરે અમે યોગ્ય પગલાં ભરીશું.
વિદેશ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, ત્યારે તેમણે જણાવ્યું કે, મને ખબર છે ત્યાં સુધી અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તે ઘરથી બહાર પણ નથી નીકળી શકતો. ભારત પાસે તેની વિરુÙ પુરાવા હોય તો પાકિસ્તાન સાથે શેર કરે, જેનાથી અમે પાકિસ્તાનની કોર્ટ અને લોકોને વિશ્વાસમાં લઈ શકીએ.
સાથે જ પાક. વિદેશ મંત્રીએ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર માન્યાે હતો. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે ખૂબ મહત્વનો રોલ ભજવ્યો છે. મેં અમેરિકા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમેરિકાએ અમારી ચિંતાની નાેંધ લીધી હતી અને ભારત સાથે શાંતિ માટે મહત્વનો રોલ ભજવ્યો છે.

Comments

comments

VOTING POLL