મહાગઠબંધન સામે માયાવતીએ ધોકો પછાડયોઃ પુરતી બેઠક નહી મળે તો એકલા હાથે ચૂંટણી લડશું

September 17, 2018 at 10:49 am


બસપાના પ્રમુખ માયાવતીએ ગૌરક્ષાના નામે મોબ લિચિંગ એ લોકશાહી પર કાળા ડાઘ સમાન ગણાવતા ભાજપ સરકાર પર આ મામલે ખાસ ધ્યાન ન આપવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે એમણે એમ પણ જણાવ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ બની રહેલી ભાજપ વિરોધી ગઠબંધનમાં જો અમને સન્માનજનક બેઠકો નહી ફાળવવામાં આવે તો એકલે હાથે ચૂંટણી લડવાની અમને ફરજ પડશે. માયાવતીએ પત્રકારોને જણાવ્યું હતું કે અમારો પક્ષ ગઠબંધનનો વિરોધ નથી કરતો, પણ અમારી નીતિ સ્પષ્ટ છે અને એ પ્રમાણે જો અમને સન્માનજનક બેઠકો નહી ફાળવવામાં આવે તો અમે ગઠબંધનમાં નહી જોડાઇએ અને ત્યારે અમે એકલપંડે ચૂંટણી લડવાનું નક્કી કરીશું. 2019ની લોકસભાની ચૂંટણી અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વખતે વિરોધ પક્ષનો પ્રયત્ન ગમે તે રીતે ભાજપને સત્તા પર આવતા રોકવાનો રહેશે. માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકાર અને અગાઉની યુપીએ સરકાર બંનેએ ભ્રષ્ટાેને છાવરવાનું કામ કર્યું હતું.

ભાજપ શાસિત રાજ્યોમાં ગૌરક્ષાના નામે વધી રહેલી મોબ લિચિંગની ઘટના એ લોકશાહી પર કાળા દાઘ સમાન હોવા છતાંય સરકાર આ મામલે દુર્લક્ષ સેવી રહી છે. ભાજપ સરકારની આ પ્રવૃિત્ત (દલિતો, આદિવાસીઆે, પછાત વર્ગના લોકો, મુિસ્લમો અને િખ્રસ્તીઆે સામે) શરુઆતથી જ ચાલી રહી છે અને એ ભાજપની બંધારણ વિરુદ્ધ જવાની ઇચ્છા અને બંધારણ સાથે સાવકી માતા જેવા વ્યવહારનું પરિણામ છે. આ ભાજપની મુખ્ય નીતિનો એક ભાગ છે અને તેઆે સત્તા પર આવ્યા બાદ એનુ કદ વધ્યું છે.

Comments

comments