મહાનગરપાલિકાની માધ્યમિક શાળાઓનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ઉજવળ પરિણામ

May 25, 2019 at 5:09 pm


રાજકોટ મહાનગરપાલિકાની માધ્યમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓનું ધો.૧૦નું અત્યતં કંગાળ પરિણામ આવ્યું હતું. યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં માધ્યમિક શાળાઓએ ઉજવળ દેખાવ શરૂ કર્યેા છે. ખાસ કરીને સરોજિની નાયડુ ગલ્ર્સ હાઈસ્કૂલે ૯૩.૭૫ ટકા રિઝલ્ટ સાથે મેદાન માયુ છે. આ ઉપરાંત મહારાણી લમીબાઈ કન્યા વિધાલયમાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ વિધાર્થિની સ્વાતી રમેશભાઈ જોગીયાએ ૮૮.૬૪ પર્સન્ટાઈલ રેન્ક મેળવીને સમગ્ર શાળામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિશેષમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલનું પરિણામ ૬૧.૨૯ ટકા, મહારાણી લમીબાઈ કન્યા વિધાલયનું પરિણામ ૯૧.૩૦ ટકા અને સરોજિની નાયડુ ગલ્ર્સ હાઈસ્કૂલનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું છે. શેઠ હાઈસ્કૂલમાં કુલ ૯૩ વિધાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી ૫૭ પાસ થયા હતા. યારે લમીબાઈ કન્યા વિધાલયમાં ૪૬ વિધાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૨ પાસ થયા હતા અને સરોજીની નાયડુ હાઈસ્કૂલમાં ૪૮ વિધાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ ૪૫ વિધાર્થિની પાસ થઈ હતી

Comments

comments

VOTING POLL