મહાપાલિકાના અધિકારી પર હુમલો કરનારા સાત શખસો ઝડપાયા

January 16, 2019 at 2:17 pm


સંસ્કાર મંડળ વિસ્તારમાં રહેતા અધિકારીને ઘરની બહાર બોલાવી હુમલો કરાયો હતો ઃ પોલીસે બન્ને કાર કબ્જે લીધી

શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં રહેતા અને મહાપાલિકાના ટીડીઆે હુમલો કરનાર તમામ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
શહેરના સંસ્કાર મંડળ વિસ્તારના ગણેશ ટેનામેન્ટમાં રહેતા અને મહાપાલિકામાં ટાઉન પ્લાનીગ ડેવલપમેન્ટના અધિકારી સુરેશભાઇ મુરલીધર ગોધવાણી પર ગઇકાલે મોડી સાંજે સાત શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયાની ફરીયાદ નાેંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગે તપાસમાં રહેલી પોલીસે દિિગ્વજયસિંહ દશરથસિંહ ચુડાસમા (ઉ.વ.38, રે.ફºલસર), કનકસિંહ ભરતસિંહ ચુડાસમા (ઉ.વ.39, રે.મુળ વાઢેરા, તા.બરવાળા-હાલ કાળીયાબીડ, ભાવ.), નિલેશ ઘનશ્યામભાઇ આેઝા (ઉ.વ.ર8, રે.કર્મચારીનગર), જયપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા (ઉ.વ.ર8,રે.ગૌત્તમનગર, આખલોલ જકાતનાકા), સિધ્ધરાજસિંહ પ્રવિણસિંµહ ગોહીલ (ઉ.વ.30 રે.નેસીયા તા.તળાજા), મયુરસિંહ રણજીતસિંહ ગોહિલ (ઉ.વ.ર7 રે.નેસીયા, તા.તળાજા) અને મહીપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા (ઉ.વ.ર1,રે.નારી ગામ)ને ઝડપી લઇ ગુનામાં વપરાયેલ આઇ-ર0 કાર અને સ્કવોડા કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL